Banner Image

વર્તમાન- 2000

વર્ષ 2010 – શાહરૂખ ખાન નેરોલેકનો બ્રાન્ડ એમ્બેસેડર બન્યો 2006- જીએનપીએલનું નામ કાન્સાઇ નેરોલેક કરાયું 2004 થી 2006- લોટે અને જૈનપુરની ફેક્ટરીઓને ક્રમશઃ ગ્રિનટેક સૅફ્ટી એવૉર્ડ, ગોલ્ડ અને સિલ્વરથી નવાજવામાં આવી. આ પ્લાન્ટ્સને ઓએચએસએએસ18001 પ્રમાણપત્ર પણ એનાયત થયું. નેરોલેક બ્રાન્ડ ઉપર લક્ષ્ય કેન્દ્રિત કરવા માટે શ્રી અમિતાભ બચ્ચનને બ્રાન્ડ એમ્બેસેડર તરીકે સાઇન કરવામાં આવ્યા. વંચિત બાળકોની મદદ માટે આકાંક્ષા ફાઉન્ડેશનના સહયોગમાં પહેલ હાથ ધરવામાં આવી.

Banner Image

2000-1991

વર્ષ 2000 સુધીમાં કાન્સાઇ પેઇન્ટ્સ દ્વારા ફૉર્બ્સ ગોકાક અને તેની પેટા કંપનીઓનો સંપૂર્ણ હિસ્સો હસ્તગત કરી લેવાયો, આમ આ કંપની 1999માં કાન્સાઇ પેઇન્ટ્સની પેટા કંપની બની. આ કંપનીની કુલ ઇક્વિટીમાં કાન્સાઇ પેઇન્ટ્સન હિસ્સો હવે 64.52 ટકા છે. નેરોલેકની જિંગલ ‘જબ ઘર કી રૌનક બઢાની હો’ લોકપ્રિય થઈ

Banner Image

1990- 1981

1983માં કંપનીએ બૉમ્બે અને પુણેમાં જીએનપી101 ઓટો પેઇન્ટ્સ લૉન્ચ કર્યા હતા. આ પેઇન્ટ્સને 24 મૂળભૂત શેડ્ઝ, મેટાલિક રેન્જના 12 શેડ્ઝ અને વાયબ્રન્ટ રેન્જના 12 શેડ્ઝની શ્રેણીમાં રજૂ કરાયા હતા. 1986માં જીએનપીએલ દ્વારા ઑટોમોટિવ ઉત્પાદનો માટે કૅથોડિક ઇલેક્ટ્રોડિપોઝિશન પ્રાઈમર તથા અન્ય આધુનિક કોટિંગ્સના ઉત્પાદન માટે ઓસાકામાં જાપાનની કંપની કાન્સાઇ પેઇન્ટ્સ કંપની લિમિટેડ સાથે ટીએએ પર હસ્તાક્ષર કરાયા. જીએનપીએલ, ભારતમાં આ ટેક્નૉલૉજી લાવનારી સૌપ્રથમ કંપની હતી.

Banner Image

1980- 1950

1970માં કંપનીના મેસ્કૉટ તરીકે સ્માઇલિંગ ટાઇગર (સ્મિત કરતો વાઘ) ગૂડીને લોન્ચ કરાયો. 1957માં કંપનીનું નામ બદલીને ગૂડલાસ નેરોલેક પેઇન્ટ્સ પ્રા. લિ. કરાયું. 1968માં કંપની પબ્લિક થઈ અને “પ્રાયવેટ” શબ્દ દૂર કરાયો. 1950ના દાયકામાં કંપનીની સ્ટાર પ્રોડક્ટ એન્ટિ- ગૅસ વાર્નિશ હતી, જેનો મુખ્ય ઉપયોગ સંરક્ષણ માટે થતો

Banner Image

1920ના દાયકાનો પ્રારંભિક ગાળો

બ્રિટનમાં નવેમ્બર 1930માં ત્રણ બ્રિટિશ કંપનીઓનું એકીકરણ કરી ગૂડલાસ વૉલ એન્ડ લીડ ઇન્ડસ્ટ્રીઝ ગ્રૂપ લિ.ની રચના થઈ. બાદમાં આ કંપની લીડ ઇન્ડસ્ટ્રીઝ ગ્રૂપ (એલઆઇજી) લિમિટેડ બની. એપ્રિલ 1933માં ઈંગ્લૅન્ડના લિવરપૂલ સ્થિત એલઆઇજીએ કંપનીને હસ્તગત કરી અને તેનું નામ ગૂડલાસ વૉલ (ઇન્ડિયા) લિ. કરાયું. 1920ના દાયકાના પ્રારંભિક ગાળામાં અમેરિકન પેઇન્ટ એન્ડ વાર્નિશ કંપનીને ઍલન બ્રધર્સ એન્ડ કં. લિ. નામની એક ઈંગ્લિશ કંપનીએ ખરીદી. ત્યારબાદ તેનું નામ બદલીને ગહાગન પેઇન્ટ્સ એન્ડ વાર્નિશ કં. લિ. કરી દેવાયું. .

ભાષાઓ

અમારા વિશે

1920માં મુંબઈના લોઅર પરેલમાં ગહાગન પેઇન્ટ્સ એન્ડ વાર્નિશ અસ્તિત્વમાં આવી. આજે એક સદી બાદ, કંપની એવા સ્થાને પહોંચી છે, જેની કોઈને પણ ઈર્ષા થવી સહજ છે. ભારતની બીજા ક્રમની સૌથી મોટી પેઇન્ટ કંપની બનવાની, સાથે આ ઉદ્યોગનાં સૌથી વિશ્વસનીય નામોમાંથી એકમાં તેની ગણના થાય છે..

પ્રમાણમાં નાની પેઇન્ટ કંપનીમાંથી કાન્સાઇ નેરોલેક જેવું મોટું નામ બનવા સુધીની સફર કેવી હતી?  

આ માટે મહેનત અને જનૂનની જરૂર રહે છે . પ્રતિબદ્ધતા અને સાહસ જોઇએ. આ મેળવવા માટે ડર્યા વિના નવતર પ્રયોગો સાથે આગળ વધવાની હિંમત જોઇએ. દરરોજ નવા જોખમ ઉઠાવવાનો દૃઢ સંકલ્પ જોઇએ. આ જોખમ સફળ થાય ત્યારે ઉજવણી કરવાની ઇચ્છા તથા નિષ્ફળતા મળે તો ડ્રોઇંગ બોર્ડ હાથમાં લઇને નવેસરથી કામમાં જોતરાઈ જવાની જીદની જરૂર પડે છે. આ માટે પોતાના કામ અને નવા પ્રયોગોમાં અડગ રહેવાની સાથે ગ્રાહકોની દરેક જરૂરિયાત અનુસાર અનુકૂલન સાધવાની તૈયારી હોવી જોઇએ. આ માટે પર્યાવરણમાં પણ રોકાણ કરતા રહેવું પડે. સતત સંશોધન અને વિકાસ, ટેક્નૉલૉજી,કર્મચારીઓમાં પણ રોકાણની આવશ્યક્તા રહે છે. વધુ મહત્વની વાત એ કે તમારા ઉત્પાદમાં અડગ ભરોસો અને અટલ નિર્ધારની પણ જરૂર પડે છે.

આ અને આવી અન્ય ખૂબીઓને લીધે કાન્સાઇ નેરોલેક આજે ભારતની બીજા ક્રમની સૌથી મોટી કોટિંગ કંપની છે અને ઈન્ડસ્ટ્રિયલ કોટિંગ્સ ઉદ્યોગમાં બજારની અગ્રણી છે

SEND US YOUR QUERIES

અમને તમારા પ્રશ્નો મોકલો