ભાષાઓ

ઑટોમોટિવ પેઈન્ટ્સ

પરિચય

કાન્સાઈ નેરોલેક ઑટો ઓઈએમ્સ અને કૉમ્પોનન્ટ સપ્લાયર્સની વિશિષ્ટ જરૂરિયાતો સંતોષે તેવી સંપૂર્ણ ટેક્નિકલ આધાર અને સેવાઓ સાથેની વ્યપાક ઉત્પાદન શ્રેણી આપે છે. તમામ ઉત્પાદનોને નવીનતમ વૈશ્વિક ટ્રેન્ડ્સને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવે છે

 

ઉત્પાદનોની શ્રેણી  

કાન્સાઈ નેરોલેકે વૈશ્વિક ઑટોમોટિવ ગ્રાહકોના પર્યાવરણ સંબંધી ધોરણોનું પાલન કરવા માટે ભારતમાં પોતાના ઑટોમોટિવ કોટિંગ્સમાંથી એસઓસી દૂર કરવાની પહેલ કરી છે.  

ઉત્પાદનોની યાદી અહીં આપી છે, અલબત્ત ગ્રાહકોની જરૂરિયાતો સંતોષવા માટે અમે સતત નવા ઉત્પાદનો વિકસાવતા રહીએ છીએ, આ કારણસર આ યાદી સંપૂર્ણ નથી

જાપાનની કાન્સાઈ પેઈન્ટ્સ કંપની સીઈડી જેવી મુખ્ય ટેક્નૉલૉજીસના સંશોધનમાં હંમેશા અગ્રણી રહી છે. આટલા વર્ષોમાં ખર્ચ, ગુણવત્તા અને વિશ્વભરમાંના પર્યાવરણ સંબંધી નિયમો સંતોષવા માટે આ ટેક્નૉલૉજીમાં સતત સુધારા કરવામાં આવ્યા છે.

કાન્સાઈના નીવનતમ પ્રોડક્ટ હાલમાં સૌથી ઉપયુક્ત છે, આમ છતાં ભવિષ્યમાં વધુ સારી ટેક્નૉલૉજી પૂરી પાડવા માટે વધુ સંશોધન પર ધ્યાન કેન્દ્રિત છે.  .

આ ઉત્પાદન અત્યંત ઉત્તમ અને સુંવાળી ફિલ્મ જેવો દેખાવ આપે છે અને તેને 3 વેટ કોટિંગ સિસ્ટમ્સ માટે વિકસાવવામાં આવ્યું છે. ઉત્કૃષ્ટ કાર્યક્ષમતા સાથે એકમદીઠ લઘુત્તમ ખર્ચ માટે અતિ ઉચ્ચ થ્રોઈંગ પાવર સાથે એકસમાન ડીએફટી ડિસ્ટ્રિબ્યુશન માટે તેની રચના કરવામાં આવી છે

ઊર્જાનો ખર્ચ ઘટાડવા અને ઉત્પાદકતા વધારવા માટે આ ઉત્પાદનનો ડિપોઝિશનના ઓછામાં ઓછા સમય (સામાન્ય રીતે 180”ની સરખામણીએ 120”) અને ઓછા બેકિંગ (સામાન્ય રીતે 175 અંશ સૅલ્શિયસ x 15’ની સરખામણીએ 160 અંશ સૅલ્શિયસ x 10’) સાથે ઉપયોગ કરી શકાય છે.

ઈ-કોટમાં મેટલ સામગ્રીને એક્વિયસબાથ સૉલ્યૂશનમાં ભીંજવવામાં આવે છે તથા વીજ ક્ષેત્રના પ્રભાવ હેઠળ ચાર્જ્ડ ઑર્ગેનિક પ્રાઈમરથી કોટ કરવામાં આવે છે.  

ઈ-કોટના વિશિષ્ટ લાભ આ રહ્યા: છિદ્રો અથવા સપાટીની અન્ય ખામીરહિત એકસમાન કવરેજ, જેનાથી પેઈન્ટનો વપરાશ ઘટે છે; ધાર અથવા કિનારીઓ પર વધુ સારું રક્ષણ જેના પરિણામે કાટ સામે પ્રતિરોધ થાય છે; બૉક્સ સેક્શન વગેરે જેવી જગ્યાઓએ કોટિંગ/ફેલાવો. આ સિંગલ કોટ અને પર્યાવરણની દૃષ્ટિએ અનુકૂળ પાણી-આધારિત કોટિંગ સિસ્ટમ છે. ઈ-કોટ પ્રક્રિયા સંપૂર્ણપણે સ્વયંસંચાલિત છે, જેનાથી લગાડવાની પ્રક્રિયામાં માનવબળની જરૂર ઘટી જાય છે અને ઉચ્ચ પેઈન્ટ રિકવરી ગુણોત્તર (અલ્ટ્રા ફિલ્ટ્રેટ અને રિવર્સ ઓસ્મોસિસ સિસ્ટમ સાથે 99.5 ટકા સુધી) વધી જાય છે તથા ખર્ચની દૃષ્ટિએ પણ તે અસરકારક છે.  

 

ઉત્પાદનની શ્રેણી 

સીઈડીમાં અમારી ઉત્પાદનની શ્રેણીમાં સમાવેશ થાય છે 

  • સીસું-મુક્ત પૉલીબ્યુટાડાઈન-આધારિત એનોડિક ઈલેક્ટ્રો-ડિપોઝિશન પ્રાઈમર (એઈડી)
  • ઈપૉક્સી રેઝિન-આધારિત કેથોડિક ઈલેક્ટ્રો-ડિપોઝિશન પ્રાઈમર (સીઈડી)
  • એક્રેલિક રેઝિન-આધારિત કેથોડિક ઈલેક્ટ્રો-ડિપોઝિશન પ્રાઈમર (એસીઈડી)

એસીઈડી ઉત્પાદને મોટરસાઈકલ ફ્રૅમ્સના કોટિંગ માટે સિંગલ-કોટ ઍપ્લિકેશન સિસ્ટમનો ઉપયોગ કરનારી વિશ્વની સૌપ્રથમ કંપની તરીકે ઈનોવેશન એવૉર્ડ મેળવ્યો છે.  

અમારો સીઈડી ભારે ધાતુઓથી મુક્ત છે અને ઑટોમોટિવ ઉદ્યોગના કડક પર્યાવરણ નિયમોનું પાલન કરે છે.  

પ્રાઈમર સરફેસર એ બીજી સક્રિય સપાટી છે અને તે ઈ-કોટ અને ટૉપ કોટ્સની વચ્ચેના ઈન્ટરમીડિયેટ કોટ એટલે કે મધ્યવર્તી  કોટનું કામ કરે છે. તે ઈ-કોટના આવરણને ઉત્તમ સ્ટોન ચિપ સંરક્ષણ તથા યુવી કિરણોથી રક્ષણ પૂરૂં પાડે છે. ઈન્ટરમીડિયેટ કોટ્સ સફેદ, લાઈટ ગ્રે, ડાર્ક ગ્રે, લાલ, વાદળી અને ઓઈ ઉત્પાદકોની જરૂરિયાત મુજબ અન્ય વિશિષ્ટ રંગોમાં ઉપલબ્ધ છે. સુરક્ષિત પર્યાવરણને ધ્યાનમાં લેતા પાણીજન્ય ડિપિંગ પ્રાઈમર્સ પણ વિકસાવવામાં આવ્યા છે.

એન્ટિ ચીપ પ્રાઈમર્સ અને નોન સેન્ડિંગ પ્રાઈમર્સ તથા વેટ ઓન વેટ પ્રાઈમર વગેરે જેવા વિશિષ્ટ ઈન્ટરમીડિયેટ કોટ્સનું પણ કાન્સાઈ નેરોલેક ઉત્પાદન કરે છે. 

ઑટોમોટિવ્સમાં ટૉપ કોટ્સ કોટિંગ સિસ્ટમને રંગ, સુંદરતા અને હવામાનથી સંરક્ષણ આપે છે. કાન્સાઈ નેરોલેક ગ્રાહકોની ચોક્કસ ટેક્નિકલ જરૂરિયાતો અનુસાર વિવિધ રેઝિન બેકબોન્સ આધારિત વૈવિધ્યસભર ટૉપ કોટ્સનું ઉત્પાદન કરે છે. કલર્ડ પિગ્મેન્ટ્સ અને ઈફૅક્ટ પિગ્મેન્ટ્સની વ્યાપક શ્રેણી ધરાવતા ટૉપ કોટ્સ સુંદર છબિ પ્રસ્થાપિત કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. આ વિભાગમાં સૉલિડ-કલર અને મેટાલિક પેઈન્ટ ફિનિશ વચ્ચે એક સામાન્ય તફાવત પાડી શકાય છે. મેટાલિક અને માઈકા ફિનિશિસના વિવિધ પ્રકાર ઉપલબ્ધ છે.

ટૉપ કોટ્સમાં 3 વેટ કોટિંગ સિસ્ટમ જેવી નવી ટેક્નૉલૉજી ઉપલબ્ધ છે જેનો વિવિધ ઑટોમોટિવ ગ્રાહકો ઉત્પાદકતા વધારવા, ખર્ચ ઘટાડવા અને પર્યાવરણના નિયમોનું પાલન કરવા માટે ઉપયોગ કરી રહ્યા છે. 

ક્લીયર કોટ એ પેઈન્ટ સિસ્ટમની ઉપરની સપાટી છે, જે સૂર્યપ્રકાશ તથા હવામાન સામે પ્રતિકાર આપે છે અને પક્ષીઓ દ્વારા કરાતી ગંદકી જેવા જૈવિક પદાર્થો અને રસાયણો સામે પણ પ્રતિકાર આપે છે. તે કોટિંગ વ્યવસ્થા સામે ઉઝરડા પ્રતિરોધક ફાઈનલ કોટ આપવામાં મદદરૂપ થાય છે. કાન્સાઈ નેરોલેક ઉઝરડા પ્રતિકાર, એસિડ અને આલ્કલી પ્રતિકાર, યુવી કિરણો સામે પ્રતિકાર, હાનિ પ્રતિકાર વગેરે જેવી વિવિધ કામગીરી માટેના ક્લીયર કોટ્સ પૂરા પાડે છે. 

કાન્સાઈ નેરોલેક વિવિધ પ્રકારના ટચ પેઈન્ટ્સનું ઉત્પાદન કરે છે જેનો ઉપયોગ મુખ્ય પેઈન્ટની સપાટીને ક્ષતિ થઈ હોય તો નાના-મોટા ટચ-અપ કરવા માટે થાય છે. કાન્સાઈ નેરોલેક રિપેર કોટિંગ્સ માટે ઑટો રિફિનિશ ઉત્પાદન શ્રેણીથી લઈ ગૅરેજની સેવા જરૂરિયાતોની સંપૂર્ણ શ્રેણી પૂરી પાડે છે.  

કાન્સાઈ નેરોલેક મોટરસાઈકલ મફલર્સની આંતરિક તથા બાહ્ય, બન્ને સપાટી માટે ગરમી પ્રતિરોધક પેઈન્ટ્સ જેવા વિશિષ્ટ પેઈન્ટ્સનું ઉત્પાદન કરે છે. આ પ્રકારના પેઈન્ટ્સ 600 અંશ સૅલ્શિયસ સુધીના ઉચ્ચ તાપમાનની પરિસ્થિતિનો સામનો કરવા માટે બનાવવામાં આવે છે.  

કાન્સાઈ નેરોલેક રેપગાર્ડ ટ્રાન્ઝિટ પ્રોટેક્શન ફિલ્મ્સ પણ સપ્લાય કરે છે, જેનો ઉપયોગ ધૂળ, રસાયણ, પક્ષીઓની ગંદકી અને પેઈન્ટના આવરણને થતી ક્ષતિઓ સામે ઑટોમોટિવ વાહનોને પરિવહન દરમિયાન રક્ષણ આપવા માટે થાય છે. આ ફિલ્મ્સ ધાતુ અને પ્લાસ્ટિકની સપાટીઓના રક્ષણ માટે ઉપલબ્ધ છે.  

SEND US YOUR QUERIES

અમને તમારા પ્રશ્નો મોકલો