ભાષાઓ

શૅરધારકો

કંપનીના વિદેશી સહયોગીઓ અને પ્રમોટર્સમાંના એક કાન્સાઈ પેઈન્ટ કૉર્પોરેશન લિ., જાપાને, ફેબ્રુઆરી 2000માં, કંપનીના બીજા પ્રમોટર, ફૉર્બ્સ ગોકાક લિ. અને તેમના સહયોગીઓ પાસેથી શૅર દીઠ રૂ. 250 ના ભાવે 43,71,152 શૅર ખરીદ્યા હતા. આ હસ્તાંતરણ સાથે, કાન્સાઈ પેઈન્ટ કંપની, જાપાન હવે કંપનીની પેઈડ-એપ શૅર કૅપિટલમાં 64.52% હિસ્સો થયો હતો.  કાન્સાઈ પેઈન્ટ કંપની, જાપાનની સંપૂર્ણ માલિકીની પેટાકંપની પૉલીકોટ પાવડર્સ લિમિટેડનું કાન્સાઈ નેરોલેક પેઈન્ટ્સ લિ.માં વિલીનીકરણ થયા બાદ શૅર હૉલ્ડિંગ વધીને 69 ટકા થયું છે. ખુલ્લા બજારમાંથી અમારી કંપનીના શૅર્સ હસ્તગત કર્યા બાદ કાન્સાઈ પેઈન્ટ કં. જાપાન હવે અમારી કંપનીમાં પેઈડ-અપ શૅર કૅપિટલના 74.99% હિસ્સો ધરાવે છે. વિવિધ અન્ય ઉદ્યોગોની જેમ આંતરરાષ્ટ્રીય સ્તરે કોટિંગ ઉદ્યોગ દૃઢીકરણ અને સંગઠિત થવાની પ્રક્રિયામાંથી પસાર થઈ રહ્યો છે. આ પ્રક્રિયાનો ઉદ્દેશ્ય ટેક્નૉલૉજીને સતત અપડેટ કરતા રહેવા ગ્રાહકોની સતત બદલાતી જરૂરિયાતોને સંતોષવા, કામગીરીને વધુ અસરકારક બનાવવા અને વિશ્વભરમાં સેવા પ્રદાન કરવાની ક્ષમતા મેળવવા કંપનીઓને મદદરૂપ થવાનો છે.

વિશ્વભરમાં ઔદ્યોગિક એકમો સહયોગીઓ/સંલગ્ન કંપનીઓ/પિતૃ સંસ્થાઓ સાથે આગળ વધી રહી છે. ફૉર્બ્સ ગોકાક લિ. અને સહયોગી કંપનીઓનું કાન્સાઈ દ્વારા કરાયેલું એક્વિઝિશન આ દિશામાં લેવાયેલું એક પગલું છે.  

ઈન્વેસ્ટર ઍજ્યુકેશન એન્ડ પ્રોટેક્શન ફંડ (આઈઈપીએફ) ઑથોરિટીના ડીમેટ ખાતામાં, કંપનીઝ ઍક્ટ, 2013ની કલમ 124 (6) મુજબ શૅર્સનું ટ્રાન્સફર.

ભારત સરકારના કૉર્પોરેટ બાબતોના મંત્રાલય (એમસીએ) દ્વારા કંપનીના ઈક્વિટી શૅર્સ સંદર્ભમાં તાજેતરમાં અધિસૂચિત કરાયા મુજબ કંપનીઝ ઍક્ટ, 2013ની કલમ 124 (6) અનુસાર સાત વર્ષ અથવા એના કરતાં વધુ સમય સુધી હક-દાવો કરાયા વિનાનું અથવા ચૂકવાયું ન હોય એવું ડિવિડન્ડ કંપનીએ ભારત સરકારના આઈઈપીએફ ઑથોરિટીના ડીમેટ ખાતામાં ટ્રાન્સફર કરવું જરૂરી હોય છે.  

આર્થિક વર્ષ 2008-09 માટેના હક-દાવો કરાયા વિનાનું અથવા ચૂકવાયું ન હોય એવું ડિવિડન્ડ કંપનીએ કાયદાનુસાર નિશ્ચિત સમય ગાળા દરમિયાન આઈઈપીએફને ટ્રાન્સફર કરી દીધું છે. 31મી માર્ચ, 2010ના દિવસે પૂરા થયેલા આર્થિક વર્ષનું હક-દાવો કરાયા વિનાનું ડિવિડન્ડ અત્યારે કંપનીના "હક-દાવો કરાયા વિનાનું/ચૂકવાયું ન હોય ડિવિડન્ડ ખાતા"માં બોલે છે.   

સમયાંતરે કરાયેલા સુધારા ("નિયમો") અનુસાર આઈઈપીએફ ઑથોરિટી (એકાઉન્ટિંગ, ઑડિટ, ટ્રાન્સફર અને રિફંડ) નિયમો, 2016 મુજબ સંબંધિત શૅરધારકોને હક-દાવો કરાયા વિનાના ડિવિડન્ડ માટે દાવો કરવાનું યાદ અપાવવા વ્યક્તિગત પત્ર મોકલવામાં આવ્યા છે, જેથી તેઓ પોતાની સહી સાથેનો પત્ર કંપનીના રજિસ્ટ્રાર અને શૅર ટ્રાન્સફર એજન્ટ, ટીએસઆર દારાશૉ લિમિટેડ, 6-10, હાજી મૂસા પાત્રાવાલા ઈન્ડસ્ટ્રિયલ એસ્ટેટ, 20, ડો. ઈ. મોઝેસ રોડ, મહાલક્ષ્મી, મુંબઈ - 400011, ટેલિફોન નંબર: +91 22 66568484, ફૅક્સ નંબર: 91 22 66568484 પર મોકલીને ડિવિડન્ડ મેળવવા માટે દાવો કરી શકે  છે. ટીએસઆર દારાશૉ લિ.ને માન્ય દાવો પ્રાપ્ત નહીં થવાના કિસ્સામાં, કંપની નિયમોમાં જણાવેલી પ્રક્રિયા પ્રમાણે ચૂકવણીની તારીખ એટલે કે 31.05.2017 સુધીમાં સંબંધિત શૅરને ભૌતિક અથવા ડિમેટ સ્વરૂપમાં આઈઈપીએફ ઑથોરિટીના ડિમેટ ખાતામાં ટ્રાન્સફર કરી દેશે.

ભૌતિક સ્વરૂપમાં કંપનીના શૅર્સ ધરાવતા તથા જેમના શૅર્સ ટ્રાન્સફર થવાને પાત્ર છે, એવા સંબંધિત શૅરધારકો નોંધ લે કે નિયમો મુજબ, કંપની આઈઈપીએફ ઑથોરિટીના ડિમેટ ખાતામાં શૅર ટ્રાન્સફર કરવા માટે કંપનીના મૂળ શૅર સર્ટિફિકેટની જગ્યાએ ડુપ્લિકેટ શૅર સર્ટિફિકેટ જારી કરશે. આ પ્રકારે ડુપ્લિકેટ શૅર સર્ટિફિકેટ જારી થયા બાદ, શૅરધારકોના નામે રજિસ્ટર્ડ થયેલા મૂળ સર્ટિફિકેટ્સ આપમેળે રદ થઈ જશે અને તેને બિન-વટાઉ ગણી લેવામાં આવશે. સંબંધિત શૅરધારકો એ વાતની નોંધ લે કે, આ પ્રકારના ઈક્વિટી શૅર આઈઈપીએફને ટ્રાન્સફર કરાયા બાદ, આઈઈપીએફને ટ્રાન્સફર કરાયેલા ઈક્વિટી શૅર સંબંધમાં કોઈપણ પ્રકારનો દાવો કંપની સામે થઈ શકશે નહીં.  

જો કે, કોઈ વ્યક્તિ જેના શૅર આઈઈપીએફને ટ્રાન્સફર કરવામાં આવ્યા હોય તો તે આઈઈપીએફ ઑથોરિટી (એકાઉન્ટિંગ, ઑડિટ, ટ્રાન્સફર અને રીફંડ) નિયમો, 2016માં જણાવેલી પ્રક્રિયાને અનુસરીને આઈઈપીએફ ઑથોરિટી પાસે પોતાના શૅર્સ માટે દાવો કરી શકે છે.  

આઈઈપીએફમાં ટ્રાન્સફર થયેલા શૅર્સની વિગતો માટે, સંબંધિત શૅરધારકો અહીં ક્લિક કરી શકે છે.  

આઈઈપીએફ અધિકારી માટે નોડલ ઑફિસરની વિગતો માટે - કૃપા કરીને જોડાણ જુઓ:- ദയവായി അറ്റാച്ചുമെന്റ് കാണുക :- ਨનોડલ અધિકારી 2018 માટે પત્ર

SEND US YOUR QUERIES

અમને તમારા પ્રશ્નો મોકલો