ભાષાઓ

ફ્લોર કોટિંગ્સ

પરિચય

નેરોફ્લોરમાં આપનું સ્વાગત છે, જ્યાં કૉન્ક્રિટ/એમએસ સપાટીની સુરક્ષા રક્ષણ અને જોડાણ વિનાના એકસમાન લેવલિંગની ખાતરી કરવા માટે ફ્લોર કોટિંગ ઉત્પાદનોની વ્યાપક શ્રેણી તમને મળશે. ઉદ્યોગ સંબંધિત જે ક્ષેત્રોમાં નેરોફ્લોર સેવાઓ આપે છે તેમાં -ઈપૉક્સી સૅલ્ફ લેવલ ટૉપિંગ, સૉલવન્ટ મુક્ત પૉલીયુરીથેન, ઈપૉક્સી - પૉલીયુરીથેન (ઈપીયુ), ડૅક કોટિંગ્સ, એન્ટી-સ્ટૅટિક સિસ્ટમ, કેમિકલ પ્રતિરોધક સિસ્ટમ, કાર પાર્કિંગ, ડેકોરેટિવ સિસ્ટમ અને લગાડવાની અન્ય વિશાળ શ્રેણીનો સમાવેશ થાય છે. નેરોફ્લોર કોટિંગ્સ રસાયણો, ઘર્ષણ અને યાંત્રિક પ્રતિરોધના ગુણ  ધરાવે છે અને વધુ ઉપયોગ છતાંય કૉન્ક્રિટને લાંબા સમય સુધી ટકવાની મજબૂતી આપે છે.  

નેરોફ્લોરની પોતાના વિશ્વસ્તરીય ઉત્પાદન સુવિધાઓ, નવીનતમ અને વિશિષ્ટ ઉત્પાદનોને કારણે વિશ્વભરમાંના પોતાના ગ્રાહકોને તેમની માગ અને જરૂરિયાતો મુજબની સેવાઓ તથા સિસ્ટમ પૂરી પાડવા માટે સક્ષમ છે.

નેરોફ્લોરના ઉત્પાદનોનો ઉપયોગ  યાંત્રિક નુકસાન, રસાયણોનું ઢોળાવું, રોગના જીવાણુઓની વૃદ્ધિ તથા તિરાડથી સુરક્ષા પૂરી પાડવા સાથે કૉન્ક્રિટને મજબૂત કરવા માટે તથા દેખાવમાં વધુ બહેતર બનાવવા માટે કરવામાં આવે છે.  હવે આ ઉદ્યોગોને આ પરિસ્થિતિ અનુસાર યોગ્ય બ્રાન્ડનું ફ્લ્રોર કોટિંગ લગાડીને ફ્લોરની સુરક્ષા કરવી એ ઉદ્યોગોની માગ છે. વધતી જાગરુકતાને કારણે હવે ફ્લોર કોટિંગ્સનો વ્યાપકપણે સ્વીકાર થઈ રહ્યો છે. અમે ગ્રાહક જરૂરિયાતો સંતોષવા સંપૂર્ણ ફ્લોર કોટિંગ સિસ્ટમ સેવાઓ પૂરી પાડીએ છીએ અને પર્યાવરણને અનુકૂળ સિસ્ટમ પણ પૂરી પાડીએ છીએ.   

અમે છેવટના વપરાશકર્તાઓ સાથે મળીને કામ કરીએ છીએ, નિઃશુલ્ક ટેક્નિકલ સેવાઓ પૂરી પાડીએ છીએ અને ફ્લોરની ચકાસણી કરી ને ફ્લોર માટે યોગ્ય હોય એવા કોટિંગ સૂચવીએ છીએ..

 

ઉત્પાદન શ્રેણીઓ

 1. ઈપૉક્સી કૉન્ક્રિટ પ્રાઈમર (નેરોફ્લોર 4000 પ્રાઈમર) 
 2. પીયુ પ્રાઈમર (નેરોફ્લોર પીયુ પ્રાઈમર)
 3. કેમિકલ પ્રતિરોધક પ્રાઈમર (નેરોફ્લોર સીઆર પ્રાઈમર)
 4. ઈએસડી પ્રાઈમર (નેરોફ્લોર ઈએસડી પ્રાઈમર)  
 1. ઈપૉક્સી એસએલ સ્ક્રીડ (નેરોફ્લોર સ્ક્રીડ)
 2. પીયુ એસએલ સ્ક્રીડ (નેરોફ્લોર પીયુ સ્ક્રીડ)
 1. ઈપૉક્સી એસએલ ફિનિશ (નેરોક્લેડ 1000 ફિનિશ શેડ)
 2. ઈપૉક્સી એસએલ ક્લીયર ફિનિશ (નેરોફ્લોર 1000 ક્લીયર) 
 3. પીયુ એસએલ ફિનિશ (નેરોફ્લોર પીયુ ફિનિશ)
 4. ઈપીયુ ફિનિશ (નેરોફ્લોર ઈપીયુ ફિનિશ)
 5. ઈએસડી ફિનિશ (નેરોફ્લોર ઈએસડી ફિનિશ)
 6. પીયુ કોટિંગ (નેરોફ્લોર પીયુ કોટિંગ)
 7. કારપાર્ક (નેરોફ્લોર કારપાર્ક)
 8. પાણી આધારિત સિમેન્ટિશિયસ ફિનિશ (નેરોફ્લોર પીયુ કૉન્ક્રિટ)
 9. વૉલ કોટિંગ (નેરોફ્લોર વૉલ કોટ)
 10. ડેકોરેટિવ ફ્લોર (નેરોફ્લોર ડીએફ) 

SEND US YOUR QUERIES

અમને તમારા પ્રશ્નો મોકલો