ભાષાઓ

વારંવાર પૂછાતા પ્રશ્નો

જવાબ : ઘરમાં રહેવું એ બાબત દરેકના સ્વાસ્થ્ય પર સીધી અસર કરે છે, અને આપણા ઘરમાંની પરિસ્થિતિ અનેક બીમારીઓનું કારણ બની શકે છે અથવા સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ સર્જી શકે છે.ઘરમાં સ્વાસ્થ્યને લગતા કેટલાક સામાન્ય જોખમો પર્યાવરણ માટે પણ સમસ્યાનું કારણ બને છે. આ બાબત નાના બાળકો, વૃદ્ધો તથા કેટલાક કિસ્સામાં આખા સમુદાય માટે મોટું જોખમ બની શકે છેકેમ કે

મોટા ભાગના લોકો ઘરમાં સારો એવો સમય વિતાવે છે, અને આના કારણે જ ઘરમાં જ તેઓ હાનિકારક ઝેરી પદાર્થો, એલર્જી પેદા કરનારા તત્વો અને વિભિન્ન પ્રકારના ગૅસના સંપર્કમાં વધારે આવે છે

જવાબ : વીઓસી કાર્બન ધરાવતું સંયોજન છે જે ઝડપથી બાષ્પીભવન પામીને હવામાં પ્રસરી જાય છે. વીઓસીના કણ હવામાં પ્રવેશે છે ત્યારે અન્ય તત્વો સાથે મળીને પ્રતિક્રિયા કરે છે અને ઓઝોનનું નિર્માણ કરે છે, જેનાથી હવા પ્રદૂષિત થાય છે તથા ઘરમાં રહેતા લોકો માટે સ્વાસ્થ્યને લગતી અનેક સમસ્યાઓ સર્જાય છે, જેમાં શ્વાસ લેવામાં તકલીફ, માથાનો દુઃખાવો, આંખમાં બળતરા, આંખમાં પાણી આવવું અને બેચેની જેવી બાબતોનો સમાવેશ થાય છે. કેટલાક પ્રકારના વીઓસીનો સંબંધ કેન્સર અને કિડની/લિવરને થતા નુકસાન સાથે પણ જોડાયેલો છે

જવાબ : પેઇન્ટ, વાર્નિશ, ઘરની સફાઇમાં વપરાતા કેમિકલ, ગુંદર, શાહી અને બાંધકામની સામગ્રી

જવાબ : વીઓસીના કારણે ફેફસાંની સમસ્યા, એલર્જી, આંખમાં પાણી, નાકમાંથી પાણી પડવું, આંખની લાલાશ, ખાંસી અને ગળામાં ખરાબી થઈ શકે છે. આ ઉપરાંત, તે નવજાત શિશુઓની રોગ પ્રતિકારક શક્તિના સ્તરને પણ ઘટાડી મૂકે છે.

જન્મ બાદ એક શિશુનાં ફેફસાં વિકસી રહ્યાં હોય છે અને આથી પુખ્ય વયની વ્યક્તિની સરખામણીમાં શિશુ વધારે સંવેદનશીલ હોય છે. વિકાસના આ તબક્કામાં ફેફસાંની પેશીઓ સરળતાથી ખરાબ થઈ શકે છે અને શિશુ પુખ્ત વયનું થાય ત્યારે પણ આ ખામી ઠીક થવાનીશક્યતા ઓછી જ હોય છેT

શિશુનાં ફેફસાંના કદને કારણે હવાની ગુણવત્તામાં રહેલા જોખમી તત્વો પ્રત્યે તેને અત્યંત સંવેદનશીલ બનાવે છે. પુખ્ત વયની વ્યક્તિનાં ફેફસાંને વાયુ પ્રદૂષણના લીધે ઓછા પ્રમાણમાં અસર થાય છે પણ અવિકસિત ફેફસાં માટે પ્રદુષણનું ઓછું પ્રમાણ પણ મોટી સમસ્યા બની શકે છે. શિશુઓના કિસ્સામાં ફેફસાંની ઓછી ક્ષમતાને કારણે તેઓ પુખ્ત વયની વ્યક્તિની સરખામણીએ દર કલાકે વધુ પ્રમાણમાં શ્વાસ લે છે, આથી હવાની ગુણવત્તાને લગતી સમસ્યાઓનો સામનો તેમને વધુ કરવો પડે છે

જવાબ : નાના બાળકો તેમનો મોટા ભાગનો સમય તેમના ઘરમાં વિતાવે છે અને જૈવિક દૃષ્ટિએ તેઓ વધુ કમજોર હોય છે. બાળકોનું શરીર પર્યાવરણમાંના ઝેરી તત્વોને પુખ્ત વયની વ્યક્તિની તુલનાએ વધુ પ્રમાણમાં ગ્રહણ કરે છે. તેમના ઝડપી વિકસી રહેલા અવયવો પર પ્રદૂષક તત્વોનું જોખમ વધુ હોય છે. બાળકો સ્વાભાવિક રીતે જમીન પર ભાંખોડિયાભેર રમતાં હોય છે, આથી જમીન કે ફરસ પરના દૂષિત પદાર્થોના સીધા સંપર્કમાં તેઓ આવે છે. મોઢામાં હાથ નાખવાની સ્વાભાવિક ટેવના કારણે તેમ જ રમત-રમતમાં આ દૂષિત પદાર્થો તેમના શરીરમાં જઈ શકે છે. આના કારણે જે હાનિકારક રોગો થઈ શકે છે તેમાં લોહીમાં સીસાનું પ્રમાણ વધવું, અસ્થમા તથા શ્વાસને લગતી બીમારીઓનો સમાવેશ થાય છે

જવાબ : વીઓસી મુખ્યત્વે વૃદ્ધ વ્યક્તિઓનાં ફેફસાંને શિકાર બનાવે છે. પુખ્ત વયના લોકોમાં તે હૃદય તથા ફેફસાંની બીમારીનું કારણ બની શકે છે. ફેફસાંની ઘટતી જતી કાર્યક્ષમતાના કારણે ક્રોનિક ઓબ્સ્ટ્રક્ટિવ પલ્મોનરી ડિસીઝ થઈ શકે છે

જવાબ : ગર્ભાવસ્થા દરમિયાન વીઓસીનો સંપર્ક ઓછામાં ઓછો થાય એ મહત્વનું છે. વીઓસી માસિક ધર્મ સંબંધી વિકારો સર્જી ને સ્ત્રીની પ્રજનનક્ષમતાના સ્વાસ્થ્ય પર અસર કરી શકે છે અને આગળ જતાં, ગર્ભાવસ્થા દરમિયાન બ્લડ પ્રેશર વધારવામાં નિમિત્ત બની શકે છે.

વીઓસીનું ઉચ્ચ પ્રમાણ મહિલા તથા પુરૂષ બંનેની પ્રજનનક્ષમતા ઘટાડી શકે છે. ડ્રાય ક્લિનિંગમાં વપરાતું સોલ્વન્ટ પરક્લૉરોઈથિલીન માતાના દૂધમાં પ્રવેશી શકે છે અને આ રીતે શિશુ સુધી પહોંચી શકે છે

ગર્ભાવસ્થા દરમિયાન વીઓસીનાવધુ પડતા સંપર્કમાં આવવાથી ગર્ભપાત, જન્મ સમયના બાળકના વજનમાં ઘટાડો,જન્મજાત ખામી, શારીરિક અને માનસિક વિકાસમાં ખામી સર્જાઈ શકે છે, અને બાળકોમાં કૅન્સરનું જોખમ પણ વધી જાય છે.

જવાબ : હવાની મુક્ત અવરજવર, ભેજ અને પાણીના કારણે થતા નુકસાન પર નિયંત્રિણ, દહન સંબંધી ઉપકરણોથી સર્જાતી ગરમી અને ગૅસ યોગ્ય રીતે બહાર નીકળે એવી વ્યવસ્થા, તથા ઝેરી પદાર્થોના સંસર્ગથી બચવા માટે પ્રાથમિક ઉપાયોનું પાલન કરવું, જેવી બાબતો અત્યંત જરૂરી છે. મોટા ભાગના કિસ્સામાં ઘરના માળખામાં કરાતા ફેરફાર દરમિયાન અજાણતા પણ જોખમ ઊભું ન થાય એ માટે અથવા ઘરને સલામત રાખવા માટે જાળવણીની પદ્ધતિઓમાં કેટલાક સામાન્ય ફેરફારની જરૂર હોય છે. કેટલાક કિસ્સામાં ઓછા ખર્ચે થઈ શકતા સુધારા પણ હૅલ્ધી હૉમના સર્જનમાં નોંધપાત્ર યોગદાન આપી શકે છે. ઉદાહરણ તરીકે પ્રત્યેક બાથરૂમ અથવા રસોડામાંથી હવા બહાર હવા ફેંકવા માટે એક્ઝોસ્ટ પંખો હોવો જોઇએ, જેનાથી ભેજને દૂર થાય અને આર્દ્રતા ઘટે. આ ઉપરાંત સ્વાસ્થ્ય સંબંધિત જોખમોનો અંદાજ મેળવવા માટે ચોક્કસ સમયાંતરે ઘરની ચકાસણી કરવી પણ એટલી જ સમજદારીભરી બાબત છે.

જવાબ : ગ્રીન સીલ ધરાવતા પેઇન્ટ પર્યાવરણના નિશ્ચિત ધારાધોરણોનું પાલન કરવાની ગેરન્ટી આપે છે. ગ્રીન સીલ ધરાવતા પેઇન્ટ્સમાં નોન-ફ્લેટ ફિનિશ માટે લિટર દીઠ વીએસીનું પ્રમાણ 100 ગ્રામ જેટલું હોવું જોઇએ, જ્યારે ફ્લેટ ફિનિશ માટે આ પ્રમાણ લિટરદીઠ 50 ગ્રામ હોવું જોઈએ. પ્રાઈમર્સ અને ફ્લૉર પેઈન્ટ્સ માટે વીઓસીની નિર્ધારિત મર્યાદા લિટર દીઠ 100 ગ્રામની છે, જ્યારે રિફ્લેક્ટિવ વૉલ કોટિંગ્સમાં લિટર દીઠ 50 ગ્રામથી વધુ વીઓસી હોવું જોઇએ નહીં. આ ઉપરાંત નીચું વીઓસી ધરાવતા પેઇન્ટ બનાવનારી કંપનીઓને વીઓસી પ્રમાણપત્ર પણ આપવામાં આવે છે

લેટેક્સ અને ફ્લેટ ફિનિશ પેઇન્ટ્સ ઓઈલ આધારિત તથા અન્ય તમામ પેઇન્ટ્સ
ઓછું વીઓસી ધરાવતા પેઇન્ટ્સ < લિટર દીઠ 250 ગ્રામ < લિટર દીઠ 380 ગ્રામ
વીઓસી - મુક્ત પેઇન્ટ < લિટર દીઠ 5 ગ્રામ

SEND US YOUR QUERIES

અમને તમારા પ્રશ્નો મોકલો