ભાષાઓ

હોમ પેઈન્ટિંગ ગાઈડ

અંદરના પેઈન્ટિંગની પ્રક્રિયા

સપાટીની તૈયારી
પહેલું પગલું #1

યોગ્ય કાચ કાગળથી સપાટી ઘસો અને સપાટી સ્વચ્છ, સુકી અને ધૂળરહિત છે તથા તેના ઉપર ચીકાશ, મીણ અથવા અન્ય કોઈ ખામીયુક્ત કે જોડાણ નબળું પાડે તેવી સામગ્રી નથી એની ખાતરી કરો.

બીજું પગલું #2

નેરોલેક સિમેન્ટ પ્રાઈમરનો એક કોટ લગાડો** (પાણી વડે પાતળું કરી શકાય એવું), ત્યારબાદ નેરોલેક વૉલ પુટ્ટી**/નેરોલેક સિમેન્ટ પુટ્ટી** (જરૂર હોય ત્યાં) લગાડીને સપાટીને સમતલ અને સુંવાળી બનાવો.

ત્રીજું પગલું #3

સપાટીને એમરી પેપર નંબર 220થી ઘસો અને લૂંછીને સ્વચ્છ કરો

ચોથું પગલું #4

પુટ્ટી લગાડવામાં આવી હોય એવી જગ્યા પર પ્રાઈમરનો વધુ એક કોટ લગાડો.

પાંચમું પગલું #5

સપાટીને એમરી પેપર 320થી ઘસો અને રંગ કરતા પહેલા કાપડ વડે સપાટીને સાફ કરો.

છઠ્ઠું પગલું #6

છેલ્લે, નિર્દેશ મુજબ પાતળું કરીને નેરોલેક ઇન્ટિરિયર ઈમલ્સનના બે થી ત્રણ કોટ લગાડો. ઘેરા શેડ્સ માટે વધારાનો કોટ લગાડવાની જરૂર પડી શકે છે.

આગ્રહણીય વપરાશ

#1

પ્રાઈમર** (1 કોટ)

સુકવાનો સમય– 4થી 6 કલાક

#2

પુટ્ટી**

સુકવાનો સમય – 6થી 8 કલાક

#3

પ્રાઈમર** (1 કોટ)

સુકવાનો સમય– 4થી 6 કલાક

#4

ફિનિશ નેરોલેક ઈમ્પ્રેશન્સ ઈકો ક્લીન ઈમલ્સન (2-3 કોટ્સ)

સુકવા માટે કોટ્સની વચ્ચે ઓછામાં ઓછા 3-4 કલાકનું અંતર રાખવું.

ચુનાની સુંવાળી સપાટી/ ડિસ્ટૅમ્પર/ ઈમલ્સન/ ઈનેમલની કડિયાકામ કરેલી સપાટી પર ફરીથી પેઈન્ટિંગ કરી રહ્યા હો તો પહેલું અને બીજું પગલું છોડી દઈ સીધી ત્રીજા પગલાથી જ શરૂઆત કરવી.

એક્સ્ટેરિયર પેઈન્ટ્સ માટે પેઈન્ટિંગ પ્રક્રિયા

સપાટી તૈયાર કરવી
પગલું #1

પેઈન્ટ કરવા માટેની સપાટી કોઈપણ પ્રકારની ધૂળ, તૈલી પદાર્થ, પેઈન્ટના અંશ, પોપડાં, શેવાળ, ફૂગ વગેરેથી મુક્ત હોવી જોઈએ.

પગલું #2

અગાઉ પેઈન્ટથી કોટ કરાયેલી સપાટીને પહેલા કડક વાયર બ્રશથી સારી રીતે સાફ કરવી જોઈએ, જેથી ધૂળ, ગંદકી, ખડી અથવા અન્ય સહેલાઈથી ભાંગી જાય એવા મટિરિયલ અથવા કોઈ ઢીલાં પોપડાં દૂર થઈ જાય.

પગલું #3

પાણીથી બરાબર ધોઈને સુકવા દો. આનાથી નવી પેઈન્ટ સિસ્ટમની યોગ્ય સંગગ્નતાની ખાતરી રહે છે.

પગલું #4

ફૂગની અસર ધરાવતા વિસ્તાર માટે, નેરોલેક ફંગીસાઈડલ સૉલ્યુશનનો કોટ બરાબર લગાડો. ઓછામાં ઓછા 6-8 કલાક માટે પ્રતિક્રિયા કરવા માટે છોડી દો. અગાસીની પાળી તથા અન્ય આડી સપાટી માટે ત્રણ કોટ લગાડવાનું સૂચવાય છે.

પગલું #5

માળખામાંની બધી તિરાડો અંગ્રેજી મૂળાક્ષર 'વી' આકારમાં ખોલવી અને સિમેન્ટ/સિમેન્ટ આધારિત પ્લાસ્ટર્સથી ભરવી અને ખરૂં પેઈન્ટિંગ શરૂ થાય એ પહેલા ગળતર બંધ કરવું.

પગલું #6

તાજી પ્લાસ્ટર કરેલી સપાટી સંપૂર્ણપણે ક્યૉર થવા દેવી જરૂરી છે. ટૉપ કોટ્સ નીચે જણાવ્યા મુજબ લગાડો

આગ્રહણીય વપરાશ

#1

પ્રાઈમર** (1 કોટ)

સુકવાનો સમય– 4થી 6 કલાક

#2

સમાપ્ત કોટ

2-3 કોટ્સ) નરોલેક એક્સેલ કુલ એક એક્રેલિક બાહ્ય પ્રવાહી મિશ્રણ તમામ

પ્રાઈમરઃ નેરોલેક ઑલ ઈન વન એક્રૅલિક એક્સ્ટેરિયર ઈમલ્સનનું (100 ટકા પાતળું કરી શકાય એવું) સૅલ્ફ પ્રાઈમિંગ અથવા નેરોલેક એક્સ્ટેરિયર પ્રાઈમર. મેંગ્લોરિયન નળિયા જેવી ઉચ્ચ શોષક સપાટી માટે નેરોલેક એર ડ્રાઈંગ ક્લીયર સીલરનો એક કોટ લગાડો.

SEND US YOUR QUERIES

અમને તમારા પ્રશ્નો મોકલો