ભાષાઓ

આરોગ્ય અને સુરક્ષા

મોટાભાગના પેઈન્ટસમાં જ્વલનશીલ પદાર્થો ઘોળાયેલા હોય છે, જ્યારે કેટલાકમાં એવી સામગ્રી હોય છે કે જે ત્વચાને નુકસાન કરી શકે છે અથવા ગળી જવાય કે શ્વાસમાં લેવાય તો તેનાથી આરોગ્યને નુકસાન થઈ શકે છે. 

આથી આમાં મુખ્યત્વે બે પ્રકારના જોખમો હોય છે - આરોગ્ય સંબંધિત જોખમ અને આગ તથા વિસ્ફોટનું જોખમ. જોખમો નિયંત્રણમાં રહે એ વાતની અમે તકેદારી રાખીએ છીએ અને તેમને અંકુશ હેઠળ રાખવા માટે જરૂરી સાવચેતી પણ રાખીએ છીએ.   

નીચે જણાવેલી બાબતોને કારણે સ્વાસ્થ્ય સામે જોખમ સર્જાઈ શકે છે:

 • સૉલ્વન્ટ્સ અને થિનર્સ: આમાં પેઈન્ટ લગાડતી વખતે અને ક્યૉરિંગ સમયે સૉલ્વન્ટના થતાં બાષ્પીભવનનો સમાવેશ થાય છે
 • પેઈન્ટ્માંના પ્રવાહી પદાર્થ : આમાં પ્રવાહી સ્વરૂપમાં સૉલ્વન્ટ, બાઈન્ડર્સ અને એડિટિવ્સનો સમાવેશ થાય છે જે ઝેરી હોઈ શકે છે.
 • પાવડર અને ધૂળ : પેઈન્ટ કરાયેલી વસ્તુઓને ગરમ કરાય  છે ત્યારે પાવડર અને ધૂળનું સર્જન થઈ શકે છે. જેમ કે,  ફ્લૅમ કટિંગ અથવા પેઈન્ટેડ શીટના વૅલ્ડિંગ દરમિયાન અથવા સેન્ડિંગની પ્રક્રિયા દરમિયાન પાવડરના સ્વરૂપમાં અથવા સ્પ્રૅ મિસ્ટના સ્વરૂપમાં તે મોજૂદ હોઈ શકે છે.

મોટા ભાગના સૉલ્વન્ટ, લિક્વિડ પેઈન્ટ અને પેઈન્ટ-ડસ્ટ ઝેરી હોય છે અને તે ત્વચાના સંપર્કમાં, શ્વાસમાં લેવાય અથવા ગળી જવાય તો શરીરમાં પ્રવેશીને અસર કરી શકે છે, આના જોખમનો આધાર ઍક્સપૉઝર કેટલા સમય માટે થયો છે તેના પર હોય છે. 

સાવચેતીઓ:

 • ઉપયોગમાં ન હોય ત્યારે પેઈન્ટના બધા ડ્રમ્સને યોગ્ય લૅબલ્સ લગાડવા, સીલ કરવા અને યોગ્ય રીતે સ્ટોર કરવા જોઈએ.
 • પેઈન્ટિંગ ક્ષેત્રમાં હવા-પ્રકાશના અવરજવરની પૂરતી વ્યવસ્થા હોવી જોઈએ. 
 • બંધિયાર જગ્યાએ ફૉર્સ્ડ વેન્ટિલેશન અથવા ફ્રૅશ ઍર માસ્કનો ઉપયોગ કરવો જોઈએ.
 • પેઈન્ટને મિક્સ કરતી વખતે, સ્પ્રૅ પેઈન્ટિંગ અથવા જેમાંથી અસામાન્ય પ્રમાણમાં વરાળ અથવા રજકણ સર્જાતા હોય એવા અન્ય કોઈપણ કામ કરતી વખતે ગૉગલ્સ અને યોગ્ય રેસ્પિરેશ માસ્ક પહેરી રાખવા જોઈએ. 
 • ડર્મેટાઈટિસ સામગ્રીનો ઉપયોગ કરતી વખતે યોગ્ય મોજાં અને કપડાં પહેરો.
 • ચામડી સાથે પેઈન્ટ્સ/થિનરનો વારંવાર અને લાંબા સમય સુધીનો સંપર્ક ટાળવો જોઈએ.
 • સૉલ્વન્ટથી હાથ ધોવા નહીં
 • પેઈન્ટ અથવા થિનર્સ અકસ્માતે ગળી જવાય તો તરત જ તબીબી સારવાર લેવી જોઈએ.
 • આંખો પર કોઈ તેની અસર થાય તો, આંખોને તાજા પાણીથી સાફ કરો અને તરત જ તબીબી સારવાર લો.
 • દરેક પ્રોડક્ટમાં ઉપયોગમાં લેવાયેલા પદાર્થોનું ઝેરીપણું નક્કી કરવા અને મહત્વના રક્ષણાત્મક સાધનોની માહિતી માટે એમએસડીએસમાંથી સંદર્ભ લેવો. 

નીચે જણાવેલી પ્રક્રિયામાં આગ અને વિસ્ફોટનું જોખમ ઊભું થઈ શકે છેઃ

 • સંગ્રહ અથવા પરિવહન દરમિયાન આગનું જોખમ.
 • લગાડતી વખતે વિસ્ફોટનું જોખમ.

આગની જ્વાળા, તણખા અને ઉચ્ચ તાપમાનના સંપર્કમાં આવે ત્યારે મોટા ભાગના પેઈન્ટ્સ અને સોલ્વન્ટ્સ ખૂબ જ જ્વલનશીલ અને અત્યંત ખતરનાક સાબિત થાય છે.  

સાવચેતીઓ:

 • પેઈન્ટ/સૉલ્વન્ટ્સ યોગ્ય કન્ટેનરમાં સ્ટોર કરો.
 • પેઈન્ટના સંગ્રહ, મિશ્રણ અને ઉપયોગના વિસ્તારોમાં ધુમ્રપાન પર પ્રતિબંધિત હોવો જોઈએ. 
 • કાર્યસ્થળે પૂરતા હવા-ઉજાસની વ્યવસ્થા રાખો.
 • ઓછા વેન્ટિલેશનવાળી બંધિયાર જગ્યાઓમાં વરાળના પ્રમાણ પર નજર રાખતાં તેને વિસ્ફોટક સ્તરની નીચે રાખો. 
 • સ્પાર્ક ન થાય એવા સાધનો અને ઈલેક્ટ્રિકલ ફિટિંગ્સનો ઉપયોગ કરો.
 • જગ્યામાં તમામ સાધનો, મીટર અને પ્રકાશ ગ્રાઉન્ડેડ હોય તેની ખાતરી કરો અને વિસ્ફોટક-મુક્ત લાઈટનો ઉપયોગ કરવા  અંગે વિચારો.
 • સંગ્રહ અને કામના ક્ષેત્રોમાં યોગ્ય અગ્નિશામક સાધનો રાખો.
 • ઉપયોગ માટે રેતી અથવા અન્ય યોગ્ય અગ્નિ શોષક સામગ્રી તૈયાર રાખો.

ઢોળાયેલા પેઈન્ટ અથવા સૉલ્વન્ટને તરત સાફ કરો અને તેનો યોગ્ય રીતે નિકાલ કરો.

SEND US YOUR QUERIES

અમને તમારા પ્રશ્નો મોકલો