ભાષાઓ

કૉઈલ કોટિંગ પ્રક્રિયા

કૉઈલ કોટિંગ પ્રવાહી પેઈન્ટ સિસ્ટમ છે જેમાં ટૉપ કોટ, બૅક કોટ અને પ્રાઈમર્સનો સમાવેશ થાય છે. તે પેઈન્ટ્સ અને ફિનિશની વિસ્તૃત શ્રેણીમાં ઉપલબ્ધ છે, જે રોલ્સની મદદથી સ્ટીલ/એલ્યુમિનિયમ કૉઈલ પર લગાડી શકાય છે. આ એક મિનિટના સમયમાં ક્યૉર થઈ શકે છે અને છેવટના વપરાશકર્તાઓને ડિલિવરી આપવા માટે રિકૉઈલ થઈ શકે છે. 

બહેતર બનાવવામાં આવેલી પ્રક્રિયા સાથે કૉઈલ કોટિંગ ઉત્પાદનની પારંપારિક પદ્ધતિઓનું સ્થાન લઈ રહી છે. પરકોલેટેડ શીટ મેટલ સાથે પેઈન્ટ નહીં થયેલા પદાર્થોના પેઈન્ટિંગની જૂની પ્રક્રિયા બદલવામાં આવી રહી છે. નિપ કોટિંગ અથવા ડીપ કોટિંગમાં વપરાતા સૉલ્વન્ટનો ઉપયોગ ઓછો થાય છે અને વીઓસી ઘટાડવામાં મદદ મળે છે. 

 

coil-coating
 1. Aમૂળ ધાતુને અનકૉઈલ કરાય છે

 2. Bકૉઈલ સ્પ્લાઈસિંગ

 3. Cએક્યુમ્યુલેટર સ્ટૅક

 4. Dધાતુ પરની ચીકાશ અને ગંદકી સફાઈ, ધોલાઈ અને રસાયણિક પ્રીટ્રીટમેન્ટ

 5. Eસુકવવાનું ઑવન

 6. Fપ્રાઈમર યુનિટ – એક અથવા બન્ને બાજુઓ

 1. Gક્યૉરિંગ ઑવન

 2. Hકોટિંગ યુનિટ – એક અથવા બન્ને બાજુએ ટૉપ કોટ લગાડવામાં આવે છે

 3. Iક્યૉરિંગ ઑવન

 4. Jલૅમિનેટિંગ - એક અથવા બન્ને બાજુએ, અથવા એમ્બોસિંગ

 5. Kએક્યુમ્યુલેટર સ્ટૅક (ઍક્ઝિટ)

 6. Lતૈયાર ધાતુનું રિકૉઈલિંગ

 

 

અન્ય પેઈન્ટિંગ પદ્ધતિ કરતાં કૉઈલ કોટિંગ કેવી રીતે જુદું પડે છે?

 • મેટલની સપાટ સ્ટ્રિપ પર કૉઈલ કોટિંગ પેઈન્ટ લગાડવામાં આવે છે.
 • ઑવનમાં ઉચ્ચ તાપમાન પર પ્રક્રિયા કર્યા બાદ, ઠંડા પાણી સાથે ઠંડુ પાડવામાં અને રિકૉઈલ કરવામાં આવે છે
 • કોટ થયેલી કૉઈલને અંતિમ ઉપયોગ માટે અનકૉઈલ કરવા, આકાર આપવા અને કાપવામાં આવે છે.
 • પહેલા પેઈન્ટ કરો અને ત્યારબાદ ફેબ્રિકેટ – પ્રી-પેઈન્ટ કરો.
 • પેઈન્ટના અન્ય ઉપયોગોની સરખામણીએ અત્યંત નીચા ડીએફટી પર લગાડવામાં આવે છે.
 • લગાડતી વખતે પેઈન્ટનો લગભગ 100 ટકા ઉપયોગ. પેઈન્ટ લગાડવાની અન્ય પદ્ધતિઓની સરખામણીએ પેઈન્ટનો ઓછામાં ઓછો વેડફાટ.
 • સૉલ્વન્ટનું ઓછું ઉત્સર્જન, આનાથી પર્યાવરણ પર ઓછો પ્રભાવ પડે છે.
 • ઝડપથી લગાડવા માટે આસાનીને પગલે ઉચ્ચ ઉત્પાદકતા.

SEND US YOUR QUERIES

અમને તમારા પ્રશ્નો મોકલો