ભાષાઓ

Buy
X
Get in touch
 
1 Start 2 Complete
X
Get in touch
 
1 Start 2 Complete
Send OTP
સબમિટ કરો

સેવાઓનો લાભ લેનાર ઉદ્યોગ

કેએનપીએલ ડ્રમ્સ અને બૅરલ ઉદ્યોગમાં અગ્રણી છે અને આ ઉદ્યોગની તમામ મોટી કંપનીઓને સેવા  આપે છે..

પર્યાવરણમાં હાજર રાસાયણિક તત્વોના હુમલાથી બૅરલ્સ તથા બૅરલમાંના ઑઇલ, પેટ્રોલિયમ ઉત્પાદનો, ઔદ્યોગિક સૉલ્વન્ટ્સ અને પરફ્યુમ્સ જેવા દ્રવ્યોના રક્ષણ માટે બૅરલ કોટિંગ્સ બનાવવામાં આવ્યા છે.

અંતિમ ઉપયોગને ધ્યાનમાં રાખીને અમે ઈપૉક્સી ફિનિશથી લઇને પૉલીયુરીથેન્સ અને ઍર/સ્ટવ ડ્રાઈંગ આલ્કાઈડ્સ સુધીના ઉત્પાદનોની શ્રેણીની રચના કરી છે. અમે સુપરસ્ટવિંગ બૅરલ ઈનેમલ અને એચજીએચએચ – હાઈ ગ્લૉસ હાઈ હાર્ડનેસ બૅરલ ઈનેમલ, નીરોસ્ટવ રેન્જ જેવા ઉત્પાદનો પણ વિકસાવ્યા છે, આ ઉત્પાદનોએ બૅરલ ઉદ્યોગમાં ક્રાંતિ સર્જી છે

કેએનપીએલ આ ઉદ્યોગમાં વર્ચસ ધરાવે છે, મુખ્ય સિલિન્ડર સપ્લાયર્સમાંના મોટા ભાગનાઓને સેવા આપે છે.  .

ગૅસ સિલિન્ડરની ઉપરની સપાટીને કાટ તથા હેરફેર અને ડિલિવરી દરમિયાન  અયોગ્ય સાર-સંભાળથી રક્ષણ આપવા માટે ગૅસ સિલિન્ડર કોટિંગ્સની રચના કરાઈ છે. મોટા ભાગના ઘરેલુ ગૅસ સિલિન્ડર સિગ્નલ રેડ રંગથી પેઈન્ટ કરાય છે, જ્યારે ઔદ્યોગિક સિલિન્ડરને ગ્રે, વાદળી અથવા લીલા રંગથી પેઈન્ટ કરાય છે.

કેએનપીએલ આ ઉદ્યોગ માટે ખાસ બનાવવામાં આવેલા ઉત્પાદનો સાથે ઉદ્યોગમાં સુદૃઢ હાજરી ધરાવે છે. અમે પંખાના તમામ મુખ્ય ઉત્પાદકોને સેવા આપીએ છીએ.  .

ફૅન કોટિંગ્સ વિશુદ્ધપણે સ્ટોવિંગ પ્રોડક્ટ્સ છે. એઆઈ બ્લૅડ્સ અને રોટર (બૉડી)થી બનેલા ભાગ કાસ્ટિંગમાંથી બનાવવામાં આવે છે. જુદા-જુદા ભાગો પર વિવિધ પ્રકારના પેઈન્ટ લગાડવામાં આવે છે અને તેને લગાડવાની રીતો પણ જુદી જુદી હોય છે..

અમે ઈપૉક્સી રેઝિન પ્રાઈમર્સ ધરાવતા આલ્કાઈડ-એમિનોઝથી લઈને આલ્કાઈડ-પૉલીસ્ટર-એમિનોઝ અને થર્મોસેટિંગ એક્રેલિક-એમિનો રેઝિન-આધારિત ટૉપકોટ્સ સુધીના ઉત્પાદનોની શ્રેણી પૂરી પાડીએ છીએ. અમે ટેબલ ફૅન, પૅડેસ્ટલ ફૅન અને દીવાલ પર મુકાતા પંખા જેવા વિવિધ મૉડેલ્સ માટે પેઈન્ટ પૂરો પાડીએ છીએ

અમે ઉચ્ચ કક્ષાના મેટ આધારિત, પ્રકાશનું પરાવર્તન ન કરે તેવી અને વૅલ્વેટ, ચામડું અથવા રેશમનો આભાસ આપે એવા સૉફ્ટ ફિલ કોટિંગ્સ પૂરા પાડીએ છીએ.  

કાન્સાઈ નેરોલેકના સૉફ્ટ ફીલ કોટિંગ્સ તમારી કોટિંગ્સની જરૂરિયાતોના આધારે ઉકેલોનું વ્યાપક વૈવિધ્ય પૂરું પાડે છે. અમારા ઉત્પાદનોએ કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ કોટિંગ્સમાં ધોરણો પ્રસ્થાપિત કર્યાં છે અને ડિઝાઈનર્સ, ઉત્પાદકો અને ઉપયોગકર્તાઓને પરિપૂર્ણ ફિનિશિંગ ઉકેલો આપ્યા છે. અમારા તમામ ઉકેલો જાણવા માટે યાદી પર નજર નાખો.  

 • કાર ડૅશબૉર્ડ 
 • ટકાઉપણું
 • ઈલેક્ટ્રિક સ્વિચ અને સ્વિચ બૉર્ડ્સ 
 • કાંડા ઘડિયાળ અને પેનની સ્ટ્રૅપ્સ 
 • સેલ ફોન અને આઈપૉડ્સ 
 • ટીવી કૅબિનેટ અને રિમોટ કન્ટ્રોલના કેસ 
 • કૉમ્પ્યુટર કી-બૉર્ડ્સ અને માઉસના કેસ 
 • સનગ્લાસ અને કેમેરા 
 • ઑડિયો કૉમ્પોનન્ટ્સ
 • બાટલીનાં ઢાંકણાં   

અમે કાચનું કોટિંગ બનાવીએ છીએ, જેનો ઉપયોગ સૌંદર્ય પ્રસાધન, પરફ્યુમ અને શરાબની ફૅકટરીઓ જેવા ઉદ્યોગોમાં વપરાતી કાચની વસ્તુઓની સપાટીની સજાવટ અને સંરક્ષણ માટે કરાય છે. ગ્લાસ કોટિંગ્સ કાચની મજબૂતાઈ વધારે છે અને તેની સરક્ષિત હેરફેરમાં મદદરૂપ થાય છે

અમે એક્રેલિક રેઝીન્સ આધારિત કોટિંગ્સની શ્રેણી પૂરી પાડીએ છીએ. આ કોટિંગ્સ સિંગલ કોટ, સિંગલ કૉમ્પોનન્ટ, ઝડપથી સુકાનારા તથા કૃત્રિમ રીતે સુકવી શકાય એવા છે, જેને ઈન્જેક્શન મૉલ્ડિંગની ખામીઓ સંતાડવા માટે ફ્રન્ટ કૅબિનેટ ઉપર લગાડવામાં આવે છે.  

મિરર બૅકિંગ કોટિંગ્સનો ઉપયોગ એલ્યુમિનિયમના મેટાલિક આવરણના સંરક્ષણ માટે થાય છે, આ સપાટી જ કાચમાં દર્પણ જેવી અસર સર્જે છે. તે ધાતુના આવરણોનું કાટથી તથા મિકેનિકલ ઘસરકાથી સંરક્ષણ પણ કરે છે. પેઈન્ટના પડદામાંથી કાચને પસાર કરીને અથવા રોલર પેઈન્ટ કોટરનો ઉપયોગ કરીને આ પેઈન્ટ લગાડી શકાય છે.  

અમે વિવિધ ઉપયોગ મુજબ વિવિધ મિરર બૅકિંગ પેઈન્ટ પ્રોડક્ટ્સ પૂરી પાડીએ છીએ. અમે સિંગલ કોટ અથવા ડબલ કોટ તરીકે લગાડી શકાય એવી પેઈન્ટ સિસ્ટમ્સ પણ પૂરી પાડીએ છીએ.  

સમયની સાથે કાન્સાઈ નેરોલેકમાં કોટિંગ્સમાં નોંધપાત્ર ઉત્ક્રાંતિ થઈ છે. કોટિંગ્સ લગાડવાની અમારી પ્રક્રિયાઓ ઝડપી, પર્યાવરણની દૃષ્ટિએ વધુ અનુકૂળ છે અને યુએચબી માટે ઓછા કોટ લગાડવાની સહુલિયત પણ આપે છે. તેમ જ પર્યાવરણ, આરોગ્ય અને સુરક્ષાની જરૂરિયાતોના ધોરણો પર પણ તે પાર ઉતરે છે.  

 • આગ પ્રતિરોધક ફાઈલિંગ કૅબિનેટ
 • રક્ષણાત્મક તિજોરીઓ/ મજબૂત દરવાજા
 • સલામત ડિપોઝિટ લૉકર સિસ્ટમ
 • એટીએમ સેફ  

અંતિમ ઉપયોગના આધારે અમે આલ્કાઈડ એમિનો, આલ્કાઈડ પૉલીસ્ટર ઈપૉક્સી એમિનો, ક્વિક ડ્રાઈંગ આલ્કાઈડ અને એનસી સિસ્ટમ્સ આધારિત વિવિધ કોટિંગ્સ પૂરા પાડીએ છીએ.  

આ કોટિંગ્સ લિફ્ટ્સ માટે છે જેમાં સમાવેશ થાય છે:  

 • કાસ્ટિંગ બૉડી
 • એમએસ કૉમ્પોનન્ટ્સ (મશીન કવર)
 • એમએસ લિફ્ટર  

કાસ્ટિંગ બૉડી અને મશીન કવર્સને પીળા, લીલા, નારંગી અને લાલ રંગથી પેઈન્ટ કરાય છે. એમએસ લિફ્ટરને કાળા રંગથી પેઈન્ટ કરાય છે. આ ઍર-ડ્રાઈંગ કોટિંગ્સ છે જે ઝડપથી સુકાતા આલ્કાઈડ્સ અથવા બે કૉમ્પોનન્ટ ધરાવતી એક્રેલિક સિસ્ટમ પર આધારિત છે.  

અમે ખેતી માટેના સાધનો માટે આધુનિક ફિનિશ ઉપલબ્ધ કરાવીએ છીએ. અમારા નવા કોટિંગ ખેતી માટેના આધુનિક સાધનોના ટકાઉપણામાં વધારો કરે છે અને તેના દેખાવને વધુ બહેતર બનાવવાની સાથે ઉત્પાદનની પ્રક્રિયામાં થતાં ખર્ચમાં પણ ઘટાડો કરે છે.

અમે એક્રેલિક અને આલ્કાઈડ કોટિંગ્સની શ્રેણી પૂરી પાડીએ છીએ, જેનો ઉપયોગ ખેતી માટેના સાધનોના ફિનિશિંગ માટે વ્યાપકપણે થાય છે. ટ્રૅક્ટર્સ, સીડર્સ, બેલર્સ, ફર્ટિલાઈઝર સ્પ્રૅડર્સ, ઘાસ કાપવા તથા વાવણી કરવા માટેના કમર્શિયલ મશીન તથા લણણીના મશીન સહિતના ઉપકરણોનો આમાં સમાવેશ થાય છે. આ સાધનો માટે સામાન્ય ખર્ચમાં કાટ સામે સારો પ્રતિકાર, બહેતર દેખાવ અને ટકાઉપણું આવશ્યક હોય છે. વધુ સારી ચમક ધરાવતા, ઍર-ડ્રાય આલ્કાઈડ ઈનેમલ્સ ચમક જાળવવાની ઉચ્ચ ક્ષમતા અને રસાયણ, ટક્કર તેમ જ ઘસારાથી થનારા નુકસાન સામે સારી પ્રતિકાર ક્ષમતાના કારણે ખેતી માટેના સાધનો માટે આદર્શ ટૉપકોટ્સ બની શકે છે.   

કાસ્ટિંગ્સ નરમ સ્ટીલ, એલ્યુમિનિયમ અને મિશ્ર ધાતુઓમાંથી બને છે. આ ભારેખમ બ્લૉક્સ હોય છે અને તેની સપાટીને પેઈન્ટ માટે તૈયાર કરતા પહેલા શૉટ બ્લાસ્ટ કરવામાં આવે છે. શૉટ બ્લાસ્ટ થયેલા ભાગ હવામાનની સ્થિતિ સામે સંવેદનશીલ હોય છે અને તેને ઝડપથી કાટ લાગે છે. સપાટીના રક્ષણ માટે આ કાસ્ટિંગ્સને અલગ પ્રકારના કલર્ડ સીલર કોટ્સથી પેઈન્ટ કરવામાં આવે છે. આ રંગાયેલા કાસ્ટિંગ્સને પછીથી ટ્રૅક્ટર ઉદ્યોગ, ટ્રક ઉદ્યોગ અથવા મશીનરી ઉદ્યોગો જેવા અંતિમ વપરાશકારને આપવામાં આવે છે. પછી તેના અંતિમ ઉપયોગ પ્રમાણે તેને લો બેક ઈનેમલ, પીયુ ટૉપ કોટ્સ વગેરેથી ફરીથી પેઈન્ટ કરવામાં આવે છે.

પીઈબી ઉદ્યોગમાં બજારના નિર્વિવાદ અગ્રણી. મુખ્ય પીઈબી ઉત્પાદકોમાંના મોટા ભાગનાઓને 100 ટકા પૂરવઠો સપ્લાય કરનાર.  

પ્રી-ઍન્જિનિયર્ડ અર્થાત ફૅક્ટરીમાં તૈયાર થતી ઈમારતોની પરિકલ્પના માટે ભારતમાં અપાર શક્યતાઓ છે, કેમ કે તે રહેણાક, શૈક્ષણિક અને સ્વાસ્થ્ય-સંભાળ સંસ્થાઓ, ઍરપોર્ટ, ઔદ્યોગિક ઈમારતો અને કોલ્ડ સ્ટૉરેજની ગંભીર ઉણપને ખરેખર પૂરી કરી શકે છે. આધુનિક ઍન્જિનિયરિંગની જરૂરિયાતોને અનુરૂપ હોવાને કારણે આ પરિકલ્પના બાંધકામ ઉદ્યોગમાં વિશિષ્ટ સ્થાન ધરાવે છે. ગુણવત્તા, સુંદરતા, આર્થિક દૃષ્ટિએ કિફાયતી અને પર્યાવરણને અનુકૂળ હોવા જેવા વિવિધ ફાયદાના કારણે સ્ટીલ બાંધકામ માટે તે પસંદગીપાત્ર મટિરિયલ છે. 

કાન્સાઈ નેરોલેકમાં અમે પ્રી-ઍન્જિનિયર્ડ ઈમારતોની કોટિંગની જરૂરિયાતોને સમજીએ છીએ અને પ્રાઈમરી તથા સેકન્ડરી સ્ટીલ્સને પેઈન્ટ કરવા માટેના રેડ ઑક્સાઇડ પેઈન્ટથી લઈને સારી કાટ-પ્રતિરોધક ક્ષમતા પૂરી પાડવા માટે સ્ટીલ ઉપર લગાડવામાં આવતા ખાસ પેઈન્ટ્સ સુધીની ઉત્પાદનોની શ્રેણી બનાવીએ છીએ.  

 • સાઈકલ ઉદ્યોગ
 • ઈલેક્ટ્રિકલ રાઈસ કૂકર 
 • હેકસો બ્લૅડ
 • સીવણ મશીન 
 • જનરેટર સેટ 

Write To US - Dev

યુએસ લખો

 
1 Start 2 Complete