ભાષાઓ

ઍપ્લિકેશન ગાઈડ

 • પર્યાવરણની નીચે મુજબની પરિસ્થિતિઓમાં પેઈન્ટિંગ હાથ ધરવું નહીં :
 • પર્યાવરણનું તાપમાન 50 સૅ. કરતાં ઓછું હોય તો.
 • સપાટીનું તાપમાન ડ્યુ પૉઇન્ટથી ઉપર 30 સૅ. કરતાં નીચું હોય તો.
 • ભેજનું પ્રમાણ 85 ટકા કરતાં વધુ હોય તો.
 • પેઈન્ટિંગ કરતા પહેલા સપાટીને ભીની કરવી પડે એમ હોય તો..
 • સપાટીનું તાપમાન 500 સૅ. કરતાં વધુ હોય તો.  

પેઈન્ટ્સ અને થિનર્સની ચકાસણી 
 સપ્લાય કરવામાં આવેલા પેઈન્ટ્સ અને થિનર વિગતવર્ણનમાં અપાયેલી વિગતો અનુસાર છે કે નહીં તે ચકાસી લેવું. .

મિક્સિંગ
 વિશિષ્ટ ગુણોત્તર અનુસાર યાંત્રિક સ્ટરર અથવા પૅડલ મિક્સર્સથી પેઈન્ટ્સના ઘટકોને મિક્સ કરો. પેઈન્ટના મિશ્રણને એકરૂપ બનાવવા માટે  બરાબર હલાવો.  

થિનિંગ  

 તાપમાનમાં થતા ફેરફાર અનુસાર પેઈન્ટની કાર્યક્ષમતા વધારવા માટે તેને પાતળું કરવાની એટલે કે થિનિંગની જરૂર પડે છે. ધ્યાન રાખો કે, વઘુ પડતા તાપમાનથી પેઈન્ટનું આવરણ બગડી શકે છે અને તેની છુપાડવાની ક્ષમતા ઓછી થઈ શકે છે.

ફિલ્ટરિંગપેઈન્ટમાં સ્કીન અથવા અન્ય નાનાં ગઠ્ઠાં હોય તો તેને કાપડના ગળણાથી અથવા 60-100 મૅશ ધરાવતા વાયર ફિલ્ટરથી ગાળવું જોઈએ.

પોટ લાઈફ
 જુદા-જુદા કન્ટેનરોમાં સપ્લાય કરવામાં આવેલા પેઈન્ટના બે અથવા ત્રણ કૉમ્પોનન્ટને એક વાર મિક્સ કર્યા બાદ જણાવેલી સમયમર્યાદાની અંદર તેનો ઉપયોગ કરી લેવો જોઈએ.

ઓવર કોટિંગ સમયગાળો
 ઓવર કોટિંગ પૂર્વે ઉત્પાદકની સૂચના અનુસાર પેઈન્ટને સુકવાનો સમય આપવો જોઈએ.  

 સુકાયેલા આવરણની જાડાઈની ચકાસણી પેઈન્ટના સુકાયેલા આવરણને ડ્રાય ફિલ્મ થિકનેસ ગૅજથી માપવું જોઈએ. જો કોટિંગને જરૂરી જાડાઈ મળી ન હોય તો હવારહિત સ્પ્રૅ અથવા બ્રશ કે પછી રોલર વડે ટચ અપ કરવું જોઈએ.  

ઉપયોગ 

 • બ્રશિંગ
  • બ્રશ પેઈન્ટમાં ઊંડે સુધી ડુબાડવું નહીં, કેમકે તેનાથી બ્રશનાં પીંછાં પર ભાર વધશે અને બ્રશના આગળના ભાગ સુધી પેઈન્ટ ભરાઈ જશે, જેને કાઢવાનું કામ અત્યંત મુશ્કેલ હોય છે.
  • પેઈન્ટ લગાડતી વખતે બ્રશને સપાટીથી ચોક્કસ અંશના ખૂણે રાખવું જોઈએ. એ પછી સપાટીના જે ભાગને પેઈન્ટ કરવાનો છે તેને બ્રશથી થોડાક હળવા સ્ટ્રોક્સથી કવર કરો. એ પછી સપાટીને આવરી લેવા માટે પેઈન્ટને બરાબર ફેલાવો અને એકસરખું કોટિંગ કરવું જોઈએ.
  • સપાટીને પેઈન્ટથી સંપૂર્ણપણે આવરી લેવાયા બાદ પેઈન્ટ કરેલા ભાગને એકસમાન કરવા માટે ક્રોસમાં પણ બ્રશિંગ કરવું જોઈએ, અને છેલ્લે બ્રશના નિશાન અને બાકી રહી ગયેલા ભાગને આવરી લેવા માટે હળવા હાથે બ્રશ ફેરવવું જોઈએ. 
  • પેઈન્ટિંગનું કામ પૂરું થઈ ગયા બાદ બ્રશને ચોક્કસ થિનર્સથી સાફ કરવું જોઈએ.  
 • સ્પ્રૅ
  • પેઈન્ટ સ્પ્રૅ કરવા માટે યોગ્ય સાધનનો ઉપયોગ કરવો જોઈએ, એવું સાધન જે પેઈન્ટને યોગ્ય રીતે એટમાઈઝ કરવામાં સક્ષમ હોય અને નિર્દેશ મુજબ પ્રેશર રેગ્યુલેટર્સ અને ગૅજ તથા અન્ય પાર્ટ્સ પણ તેમાં હોવા જોઈએ.
  • પેઈન્ટિંગ દરમિયાન પેઈન્ટના ઘટકોને સ્પ્રૅ પોટ્સમાં અથવા અન્ય કન્ટેનર્સમાં સારી રીતે મિક્સ કરીને રાખવા જોઈએ, અને પેઈન્ટને સતત તથા સમયાંતરે યંત્રની મદદથી મિક્સ કરતા રહેવું જોઈએ.
  • સ્પ્રૅના સાધનોને સ્વચ્છ રાખવા જોઈએ.
  • ઍરલેસ સ્પ્રૅના પંપમાં હોઝની લંબાઈ, બહારના તાપમાન અને સામગ્રીની ચીકાશ મુજબ ઈનબાઉન્ડ પ્રૅશર રહેશે. હવાના દબાણને સરભર કરતા રહેવું જોઈએ જેથી સામગ્રીનું એકસમાન એટોમાઈઝેશન  થઈ શકે. 
  • સ્પ્રૅ ગનને સપાટીથી સમાંતર દિશામાં રાખવી જોઈએ અને સપાટી પર કાટખૂણે ચલાવવી જોઈએ જેથી સુંવાળી અને એકસમાન કોટિંગ મળી શકે. દરેક પાસનો ઓવરલૅપ 50% હોવો જોઈએ.
  • કોઈ વ્યક્તિ તરફ સ્પ્રૅ ન થાય એની તકેદારી રાખો, કેમ કે સ્પ્રૅ કરવામાં આવતો પેઈન્ટ અથવા થિનર ઉચ્ચ દબાણ હેઠળ હોય છે.
  • મલ્ટિ-કૉમ્પોનન્ટ પ્રકારનો પેઈન્ટ સ્પ્રૅ થઈ જાય એ પછી, બધા એરલેસ સ્પ્રૅ મશીનોને ચોક્કસ થિનરથી સાફ કરવા જોઈએ. 

આવરણની જાડાઈ પર નિયંત્રણ
 સૉલ્વન્ટ બાષ્પીભવનની અસરને ઓછી કરવા માટે પેઈન્ટ કરાયાની થોડીક સેકન્ડોની અંદર જ આવરણનું ભીનું સ્તર રોલર ગૅજ અથવા કૉમ્બ ગૅજ જેવા ભીના આવરણની જાડાઈ માપવાના સાધનો દ્વારા માપી લેવું.    

સૂકવાની પ્રક્રિયા
 કોઈપણ કોટેડ સબસ્ટ્રેટને પેઈન્ટ ફિલ્મ સંપૂર્ણપણે સૂકાય ત્યાં સુધી યથાવત રાખવી જોઈએ. જ્યાં સૂકવા માટેની પરિસ્થિતિઓ આદર્શ ન હોય એવી જગ્યાએ યોગ્ય વેન્ટિલેશનની વ્યવસ્થા કરીને પેઈન્ટને સૂકવા દેવો જોઈએ.  

 પર્યાવરણ અનુસાર કોટિંગ પદ્ધતિઓની ભલામણ (એસએબીએસ આઈએસઓ 12944-5 સાથેની અંદાજિત સરખામણી)

સબસ્ટ્રેટ

સુરક્ષા માટે સૂચવેલી પદ્ધતિ

કુલ ડીએફટી

(યુએમ)
પર્યાવરણ

સમકક્ષ પ્રણાલિ  

આઈએસઓ 12944-5
*સી1,10 વર્ષ; સી3,15 વર્ષ; સી5,12 વર્ષ 

સ્ટીલ

 આલ્કાઈડ + આલ્કાઈડ (આલ્ક+આલ્ક) 70 - 100 *      એસ1.05

સ્ટીલ

 ઝિન્ક ફૉસ્ફેટ + આલ્કાઈડ  (ZnPO4+આલ્ક) 100 - 125 *      

સ્ટીલ

 ઈપૉક્સી + ઈપૉક્સી (ઈપી+ઈપી) 225 - 275 *      એસ1.34

સ્ટીલ

 ઈપૉક્સી + પૉલીયુરિથેન (ઈપી+પીયુ) 150-225   *    એસ1.27

સ્ટીલ

 ઈપૉક્સી+ ઈપૉક્સી + પૉલીયુરિથેન (ઈપી+ઈપી+પીયુ) 190 - 265   *    એસ1.34

સ્ટીલ 

 ઈપૉક્સી ઝિન્ક +એચબીઈપૉક્સી  (ઈપી+એચબી ઈપી) 180 - 220   * *  એસ3.21

સ્ટીલ

 

કૃત્રિમ ઝિન્ક સિલિકેટ + ઈપૉક્સી એમઆઈઓ + પૉલીયુરીથેન 

(આઈઓઝેડ+એમઆઈઓ  +પીયુ)
200 - 275     *  એસ7.12

સ્ટીલ

 

ઈપૉક્સી+ઈપૉક્સી+પૉલીયુરીથેન

(ઈપી+ઈપી+પીયુ)
450 - 530     *  

સ્ટીલ

ઈપૉક્સી+ ઝિન્ક + ઈપૉક્સી + પૉલીયુરીથેન 

(ઈપીઝેડ+ઈપી+પીયુ)  
195 - 235     *  એસ7.07
ગેલ્વેનાઈઝ્ડ સ્ટીલ    ઈપૉક્સી +એચબી એપોસી (ઈપી+એચબી ઈપી)   260 - 320   * *  એસ9.11
ગેલ્વેનાઈઝ્ડ સ્ટીલ    ઈપૉક્સી + ઈપૉક્સી (ઈપી+ઈપી)   325 - 425   * *  એસ9.12
ગેલ્વેનાઈઝ્ડ સ્ટીલ    ઈપૉક્સી + પૉલીયુરીથેન (ઈપી + પીયુ) 225 - 275   * * એસ9.12

 

ઈએન આઈએસઓ 12944-2:1998માં વ્યાખ્યાયિત કરાયા મુજબ
*સી1 – કાટનું સ્તર ઓછું ધરાવતું વાતાવરણ
સી3 – કાટનું સ્તર મધ્યમ ધરાવતું વાતાવરણ
 સી5એમ – કાટનું સ્તર અત્યંત ઉચ્ચ (સમુદ્રી) ધરાવતું વાતાવરણ

SEND US YOUR QUERIES

અમને તમારા પ્રશ્નો મોકલો