ભાષાઓ

સેવા મેળવનારા ઉદ્યોગો

ઑઈલનું ઉત્પાદન કરતા પ્લેટફૉર્મ્સથી લઈને રિફાઈનિંગ અને વિતરણ સુધીના ક્ષેત્રોમાં અમે દરેક ઉપયોગમાં સર્વોત્તમ પરિણામ માટે ખાસ બનાવેલા ઉત્પાદનો આપીએ છીએ.  

અમારા સંતુષ્ટ ગ્રાહકોની યાદીમાં આઈઓસીએલ, ઓએનજીસી અને એચપીસીએલનો સમાવેશ થાય છે, અમે વિવિધ પ્રકલ્પોને અમલમાં મૂક્યા છે અને અન્યો માટે સીમાચિહ્ન સ્થાપ્યાં છે.

ઉત્પાદનની આવશ્યક્તાઓ : 

 • ઝિન્ક સિલિકેટ્સ, એલિફૅટિક પૉલીયુરીથેનથી લઈને એલ્યુમિનિયમ ગરમી પ્રતિરોધક પેઈન્ટ્સ 
 • અત્યંત ટકાઉ ફિનિશ.
 • લાંબા ગાળા માટે તથા ઉચ્ચ કાટ પ્રતિરોધ
 • ઉચ્ચ અને સતત વૅવ ઍક્શન અને સૉલ્ટ સ્પ્રૅના આક્રમક જોખમ સામે પ્રતિકાર 

પાવર કોટિંગ્સની શ્રેણીમાં કાન્સાઈ નેરોલેકના ઉચ્ચ કાર્યક્ષમતા ધરાવતા અનેક મજબૂત અને શક્તિશાળી કોટિંગ્સના વિકલ્પ પૂરા પાડે છે, જેને કાટનું જોખમ ધરાવતા ખાસ વાતાવરણથી ચીજ-વસ્તુઓનું રક્ષણ કરવા માટે બનાવવામાં આવે છે. ઊર્જા ઉદ્યોગની કોટિંગ માટેની વિશિષ્ટ જરૂરિયાતોને જાણીએ છીએ અને તમારી જરૂરિયાતોને કોટિંગ લગાડવાની વિશિષ્ટ ટેકનિક સાથેના યોગ્ય કોટિંગ ઉકેલો અમે પૂરા પાડીએ છીએ.  

ઉત્પાદનની વિશિષ્ટતાઓ

થર્મલ પાવર 

 • ઉચ્ચ તાપમાન પ્રતિરોધ
 • ઉચ્ચ કાટ  પ્રતિરોધ

હાઈડ્રો પ્રોજેક્ટ

 • ભેજની ઓછી ભેદ્યતા
 • ઉચ્ચ જળ પ્રતિરોધ
 • ભેજ પ્રતિરોધ
 • પ્રવાહી ઘર્ષણ પ્રતિરોધ
 • ટકાઉપણું/ લાંબી આવરદા 

ન્યુક્લીયર પ્રોજેક્ટ

 • કિરણોત્સર્ગ પ્રતિરોધ
 • વિશુદ્ધિકરણ માટે યોગ્ય
 • જોડાણના સારા ગુણધર્મો          

સોલાર પ્રોજેક્ટ

 • ઉચ્ચ કાટ પ્રતિરોધ
 • ભેજ પ્રતિરોધ
 • ટકાઉપણું

પવન ઊર્જા

 • ટકાઉપણું/ લાંબી આવરદા
 • ઉચ્ચ કાટ પ્રતિરોધ
 • ઉચ્ચ યુવી પ્રતિરોધ
 • ઉચ્ચ શેવાળ-વિરોધી ગુણધર્મો

અમારી પાસે પેટ્રોલિયમ/પેટ્રોકેમિકલ ક્ષેત્રો માટે ફિલ્ડ અને ટેક્નિકલ પ્રતિનિધિઓની મોટી ટીમ ધરાવીએ છીએ, સાથે જ બજારની વિવિધ જરૂરિયાતો સંતોષવા માટે ખાસ ડિઝાઈન કરાયેલા ઉત્પાદનોની વ્યાપક શ્રેણી પણ ધરાવીએ છીએ

તમારી કામગીરીના દરેક પાસામાં અમારા કોટિંગ્સ ઉપયોગી છે, જેમાં સમાવેશ થાય છે:

 • પેટ્રોલિયમ ઉત્પાદન પ્લાન્ટ્સ
 • વિતરણના કેન્દ્રો 
 • ટ્રાન્સમિશન લાઈન્સ

કાન્સાઈ નેરોલેક દરેક ક્ષેત્ર માટે કોટિંગ્સની વ્યાપક શ્રેણી ધરાવે છે : 

રિફાઈનરી પ્રોસેસ એકમો 

રિફાઈનરી પ્રોસેસ એકમના કોટિંગનો બનાવવાનો અમારો અનુભવ સપાટી તૈયાર કરવાથી લઈને કોટિંગ સેવાઓ સુધીના પ્રોજેક્ટના દરેક પાસાને આવરી ક્ષમતા આપે છે. અમે ડીએચડીટી, એચજીયુ, કોક ડ્રમ જેવા વિવિધ પ્રકારના રિફાઈનરી એકમો માટે કોટિંગ્સ પૂરા પાડીએ છીએ.  

વિવિધ પ્રકારની પરિસ્થિતિઓ અને વાતાવરણ વચ્ચે લાંબા ગાળાનું રક્ષણ આપવા માટે ઝિન્ક સિલિકેટ્સથી લઈને ઈપૉક્સી એમઆઈઓ અને ફિનિશ કોટિંગ્સ સુધીના ગરમી-પ્રતિરોધક કોટિંગ્સની વ્યાપક શ્રેણી અમે પૂરી પાડીએ છીએ. 

સ્ટોરેજ ટૅન્ક્સ

ટૅન્કની અંદર અને બહાર લગાડવા માટે અમે વૈવિધ્યસભર પ્રકારો પૂરા પાડીએ છીએ, જેમાં ગ્રાહકોની વિશિષ્ટ જરૂરિયાતો સંતોષવા માટે રચાયેલી સામાન્ય અથવા સપાટી તૈયાર કરવાની વિશિષ્ટ જરૂરિયાતો અને લગાડવાની પદ્ધતિઓનો સમાવેશ થાય છે. કાન્સાઈ નેરોલેકમાં અમારા અનુભવી કર્મચારીઓ ગ્રાહકો સાથે મળીને તેમની જરૂરિયાતો મુજબ સૌથી અનુકૂળ કોટિંગ નક્કી કરે છે. અમે ક્રૂડ ટૅન્ક્સ, પ્રોડક્ટ ટૅન્ક્સ, વોટર ટૅન્ક્સ વગેરે માટે પણ કોટિંગ્સ પૂરા પાડીએ છીએ.  

ટૅન્ક બદલી નાખવી એ હંમેશા જ શ્રેષ્ઠ ઉપાય નથી હોતો. ટૅન્ક લાઈનિંગનો ખર્ચ જૂની ટૅન્ક બદલવાના ખર્ચની સરખામણીએ ખાસ્સો ઓછો હોય છે. અમે ઈપૉક્સી-કોટેડ લાઈનિંગ્સની શ્રેણી પૂરી પાડીએ છીએ, જે વર્ષો સુધી ટકી શકે છે અને વર્તમાન સિસ્ટમની આવરદા વધારવાનો અત્યંત પ્રભાવશાળી ઉપાય પણ છે.

 

પાઈપલાઈન

કાન્સાઈ નેરોલેક પાઈપલાઈનના દરેક ક્ષેત્ર માટે પ્રાઈમર્સ અને કોટિંગ્સની વ્યાપક શ્રેણી પૂરી પાડે છે :

 • ઑઈલ અને ગૅસ પાઈપલાઈન
 • પાણીની પાઈપલાઈન
 • ઑફ્ફ-શૉર પાઈપલાઈન

ઉત્પાદનની જરૂરિયાત :

 • ગરમીનો પ્રતિરોધ
 • ક્ષારયુક્ત વાતાવરણનો પ્રતિરોધ
 • ઔદ્યોગિક પ્રદૂષકોનો પ્રતિરોધ
 • સ્ટોરેજ ટૅન્ક્સ માટે વિવિધ પ્રકારના રસાયણો, હાઈડ્રોકાર્બન્સ અને પેટ્રોલિયમ પ્રોડક્ટ્સનો પ્રતિરોધ

અમે ઑનશૉર અને ઑફ્ફશૉર એમ બન્ને પ્રકારની ઑઈલ અને ગૅસ પાઈપલાઈન્સની સુરક્ષા માટે કોટિંગ્સનું વિસ્તૃત વૈવિધ્ય પૂરું પાડીએ છીએ. સામાન્યથી લઈને અત્યંત ઉચ્ચ તાપમાન સુધી, નાનાથી લઈને અતિ વિશાળ વ્યાસ માટે તથા જ્યાં ગુણવત્તા અને વિશ્વસનીયતાને સર્વોચ્ચ મહત્વ અપાતું હોય ત્યાં અમારા ઉત્પાદનો અને સિસ્ટમ્સ લગાડવા માટે ઉપલબ્ધ છે.   

ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિવિધ પ્રોજેકટની પોતાની આગવી જરૂરિયાતો હોય છે. આ કારણસર જ માળખું સ્ટીલનું હોય કે કૉન્ક્રિટનું, દરેક પ્રોજેક્ટની જરૂરિયાતો, બજેટની મર્યાદાઓ અને પર્યાવરણના નિયમો સંતોષે તેવા કોટિંગ્સની વિસ્તૃત પસંદગી અમે પૂરી પાડીએ છીએ. યોગ્ય કોટિંગ સિસ્ટમની પસંદગી અગત્યની છે – પછી ભલે એ નવું બાંધકામ હોય, મોટું નવિનીકરણ હોય અથવા સામાન્ય જાળવણી જ કેમ ન હોય. અમે ફ્લાયઓવર, એરપોર્ટ્સ, મેટ્રો, સ્કાય બસ, પોર્ટ્સ વગેરે માટે કોટિંગ્સની વિસ્તૃત શ્રેણી પૂરી પાડીએ છીએ, જેમાં ઈપૉક્સી ફિનિશ અને પૉલીયુરીથેન શ્રેણીનો સમાવેશ થાય છે.   

ઉત્પાદનની જરૂરિયાત :

 • ઉત્તમ સુંદરતા
 • ટકાઉપણું
 • શેડ્સની વિસ્તૃત શ્રેણી
 • ઘસારા અને ઉઝરડા સામે ઉત્તમ પ્રતિરોધ
 • લગાડવામાં આસાન

અમે ઉત્પાદનોની એક વિસ્તૃત શ્રેણી આપીએ છીએ, જેમાં ઉચ્ચ ક્ષમતા ધરાવતી ઔદ્યોગિક, સજાવટ અને કૉન્ક્રિટ ફ્લોરિંગનો સમાવેશ થાય છે. અમારા ઉત્પાદનોનો ઔદ્યોગિક અને વ્યવસાયિક વેરહાઉસીઝ અને શોપ ફ્લોર્સ, પાવર પ્લાન્ટ્સ, ફાર્માસ્યુટિકલ પ્લાન્ટ્સ, લૅબોરેટરી ફ્લોર્સ વગેરે પર લગાડવાની સલાહ અપાય છે.

ઉત્પાદનની જરૂરિયાત :

 • દેખાવમાં સુંદર
 • ઘસારા સામે ઉચ્ચ પ્રતિરોધ
 • ટકાઉપણું
 • ઉત્તમ યાંત્રિક ગુણધર્મો

કાન્સાઈ નેરોલેકમાં ઑફ્ફશૉર કોટિંગ્સને સમયની સાથે ખાસ્સા વિકસિત કરવામાં આવ્યા છે. અમારા ઉત્પાદનો ઝડપથી લગાડી શકાય એવા હોય છે અને પર્યાવરણની દૃષ્ટિએ પણ અનુકૂળ છે, યુવી કિરણોથી રક્ષણ માટે ઓછા કોટિંગ્સની જરૂર પડે છે અને પર્યાવરણ, આરોગ્ય અને સુરક્ષાની વધુ જરૂરિયાતોને પહોંચી વળવામાં મદદરૂપ થાય છે

અમે ઝિન્ક સિલિકેટ્સ, એલિફૅટિક પૉલીયુરીથેના વૈવિધ્યસભર કોટિંગ્સથી લઈને એલ્યુમિનિયમ ગરમી પ્રતિરોધક પેઈન્ટ્સ સુધીનું વૈવિધ્ય પૂરૂં પાડીએ છીએ.

ઉત્પાદનની જરૂરિયાત:

 • અત્યંત ટકાઉ ફિનિશ
 • લાંબા ગાળા માટે ઉચ્ચ કાટ પ્રતિરોધ
 • ઉચ્ચ અને સતત વૅવ ઍક્શન અને સૉલ્ટ-સ્પ્રૅના આક્રમક જોખમ સામે પ્રતિકાર

SEND US YOUR QUERIES

અમને તમારા પ્રશ્નો મોકલો