ભાષાઓ

ટેક્નિકલ માર્ગદર્શન

આવરણની બહેતર કાર્યક્ષમતા તથા દેખાવ માટે સપાટીને યોગ્ય રીતે તૈયાર કરવી એ સૌથી મહત્ત્વપૂર્ણ બાબત છે. આ કારણસર જ અમે સ્ટીલ પ્લેટ્સ માટે સપાટીની પ્રારંભિક ટ્રીટમેન્ટ, ફેબ્રિકેટેડ સ્ટીલ માટે સપાટીની સેકન્ડરી ટ્રીટમેન્ટ અને રિપેર પેઈન્ટ લગાડવાનું વિવરણ આપ્યું છે.  

સ્ટીલ પ્લેટ્સની સપાટી પર નીચે મુજબની પ્રારંભિક ટ્રીટમેન્ટ કરવી જોઈએ.

 • સ્વચ્છ કાપડ અથવા સૉલ્વન્ટમાં ભીંજવેલા બ્રશથી સ્ટીલને સાફ કરી અથવા ઘસીને તેલ અથવા ચીકાશ દૂર કરવી જોઈએ. સ્ટીલ ઉપર સજ્જડ જામેલા પડને ઘસીને અથવા સૉલ્વન્ટથી સાફ કરીને દૂર કરવા જોઈએ.
 • સ્ટીલની સપાટી પર જામેલા ક્લોરાઈડ્સ અને સલ્ફેટ્સ જેવા ક્ષારયુક્ત તત્વો તાજા પાણીથી ધોઈને સાફ કરવા જોઈએ. સુકા કપડાથી સ્ટીલને લૂંછીને અથવા ગતિપૂર્વક ગરમ હવા છોડીને પાણી અને ભેજ દૂર કરવા જોઈએ. 
 • આઈએસઓ ધોરણોનું પાલન કરવા માટે ગ્રિટ અથવા સેન્ડ બ્લાસ્ટિંગ વડે તમામ મિલ સ્કેલ, કાટ, કાટના થર, પેઈન્ટની નિશાનીઓ અથવા અન્ય બિનજરૂરી પદાર્થો દૂર કરવા જોઈએ.
 • શોપ પ્રાઈમર લગાડતા પહેલા વૅક્યુમ ક્લીનર અથવા ઍર બ્લોઅરથી સપાટી ઉપરથી ધૂળ, રજકણ, સ્ટીલના ટુકડા અને ભૂક્કો અથવા ગ્રિટ તથા અન્ય તમામ પ્રદૂષક તત્વો ખાસ દૂર કરવા જોઈએ.   

ક્ષતિયુક્ત અને નુકસાનગ્રસ્ત જગ્યાઓને બ્લાસ્ટિંગ અથવા પાવર ટૂલથી સાફ કરવી જોઈએ. પછીના કોટ્સ લગાડતા પહેલા સપાટીને સાફ કરવા ચીકાશને દૂર કરવી જોઈએ અને તેને ધોવાની પણ જરૂર પડી શકે છે. આવું કરવા માટે નીચેનાં પગલાં અનુસરો :  

 • કડક ફાઈબર અથવા વાયર બ્રશ અથવા બન્નેના મિશ્રણ સાથે સ્ટીલને બ્રશ કરીને ક્ષારયુક્ત દ્રવ્યો, ચૉક, નિશાન, માટી અથવા અન્ય પ્રદુષણયુક્ત તત્વો તથા બિનજરૂરી બાહ્ય પદાર્થોને દૂર કરો.
 • સૉલ્વન્ટ્સનો ઉપયોગ કરીને જામેલા તેલ અને ચીકાશને દૂર કરો.
 • વેલ્ડિંગ કરેલી જગ્યાઓએ વેલ્ડિંગમાંથી નીકળેલા પદાર્થો, વેલ્ડિંગમાં તૂટીને વિખેરાયેલા ધાતુના ટુકડા, વેલ્ડિંગની ઝાળમાંથી પેદા થયેલા કે જામેલા ટુકડા, કાટ લાગેલા અને ક્ષતિયુક્ત થયેલા પેઈન્ટના આવરણને દૂર કરવા માટે બ્લાસ્ટ ક્લીનર અથવા પાવર ટૂલનો ઉપયોગ કરો.  
 • કચરો, માટીના રજકણ અથવા અન્ય દૂષિત પદાર્થોને દૂર કરવા વૅક્યુમ ક્લીનરનો ઉપયોગ કરો.

સપાટીને તૈયાર કરવાની ગુણવત્તા રંગના આવરણની ક્ષમતા તથા પ્રદર્શન પર ગંભીર અસર કરે છે. આથી પેઈન્ટિંગ શરૂ કરતા પહેલા સપાટી તૈયાર કરવાની પદ્ધતિ અને ગ્રેડ બન્નેની યોગ્ય પસંદગી કરવી મહત્વપૂર્ણ બની જાય છે. 

ટ્રીટમેન્ટ પૂર્વેની પદ્ધતિની પસંદગીને પ્રભાવિત કરે તેવાં કેટલાંક પરિબળો નીચે સંક્ષિપ્તમાં વર્ણવવામાં આવ્યાં છે :  

 • સપાટીની ભૌતિક અને રાસાયણિક સફાઈ
 • સપાટીની સ્થિતિ 
 • સપાટીની પ્રોફાઈલ 
 • પેઈન્ટની વિશિષ્ટતાઓ 
 • સુરક્ષાનાં પાસાં
 • પર્યાવરણ સંબંધી બંધનો
 • ઉપલબ્ધ સાધનોનો પ્રકાર 
 • અગાઉની ટ્રીટમેન્ટ્સનો પ્રકાર

પ્રી-ટ્રીટમેન્ટ અને પેઈન્ટની સિસ્ટમના પ્રકારનો નિર્ણય લેતી વખતે તેમાં મોટી રકમનું રોકાણ થાય છે એ વાત હંમેશા ધ્યાનમાં રાખવી જોઈએ.

પદ્ધતિ પરિણામ
બ્લાસ્ટ ક્લિનિંગ આદર્શ
મેકેનિકલ વાયર-બ્રશિંગ સ્વીકાર્ય
મેકેનિકલ ડિસ્ક-સેન્ડિંગ સ્વીકાર્ય
નીડલ ચિપિંગ સંતોષદાયક
મેકેનિકલ સ્ક્રૅપિંગ  સંતોષદાયક
હાથથી બ્રશ કરીને ખરાબ 
હાથથી ઘસીને ખરાબ 
પાણીના ફૂવારાથી સફાઈ  સ્વીકાર્ય 
સિસ્ટમ (એસએસપીસી) (એનએસીઈ) (આઈએસઓ) બીએસ:4232-67
સૉલ્વન્ટની સફાઈ એસએસપીસી -એસપી 1 - - -
હેન્ડ ટૂલની સફાઈ   એસએસપીસી -એસપી 2 - એસટી – 2 (લગભગ) -
પાવર ટૂલની સફાઈ એસએસપીસી -એસપી 3 - - -
ફ્રૅમ ક્લીનિંગ એસએસપીસી -એસપી 4 - - -
વ્હાઈટ મેટલ બ્લાસ્ટિંગ એસએસપીસી -એસપી 5 એનએસીઈ 1 એસએ-3 ફર્સ્ટ ક્વૉલિટી 
કમર્શિયલ બ્લાસ્ટિંગ એસએસપીસી –એસપી 6 એનએસીઈ 3 એસએ-2 થર્ડ ક્વૉલિટી
બ્રશ ઑફ્ફ બ્લાસ્ટિંગ  એસએસપીસી –એસપી 7 એનએસીઈ 4 એસએ-2 -
પિકલિંગ એસએસપીસી –એસપી 8 - - -
વેધરિંગ અને બ્લાસ્ટિંગ  એસએસપીસી –એસપી 9 - - -
નીયર વ્હાઈટ મેટલ બ્લાસ્ટિંગ  એસએસપીસી –એસપી 10 એનએસીઈ2 એસએ-3 સેકન્ડ ક્વૉલિટી

 

*સ્ટીલ સ્ટ્રક્ચર પેઈન્ટિંગ કાઉન્સિલે આપેલું વિશિષ્ટ વિગતવર્ણન
નેશનલ એસોસિએશન ઑફ કોરોઝન ઍન્જિનિયર્સે આપેલું વિશિષ્ટ વિગતવર્ણન
સ્વિડિશ સ્ટાન્ડર્ડ
 બ્રિટિશ સ્ટાન્ડર્ડના વિશિષ્ટ વિગતવર્ણન

એલ્યુમિનિયમ/ટીન/તાંબુ/પિત્તળ તથા અન્ય બિન-લોહ ધાતુ :

 • સપાટી સૂકી અને સ્વચ્છ હોવી જોઈએ
 • જોઈ શકાતા હોય એવા દરેક પ્રકારના તેલ/ચીકાશને દૂર કરવા જોઈએ
 • સ્વચ્છ કરાયેલી સપાટીને નીચા દબાણ અને બિન-ધાતુ એબ્રેસિવનો ઉપયોગ કરીને દૂર કરવા અથવા સ્વીપ-બ્લાસ્ટ કરવા જોઈએ, ત્યાર બાદ વૉશ પ્રાઈમરનો એક કોટ લગાડવો જોઈએ.

ગેલ્વેનાઈઝ્ડ સ્ટીલ :

 • દરેક પ્રકારના તેલ/ચીકાશને દૂર કરવા જોઈએ
 • ઝિન્કથી ઉત્પન્ન થયેલા સફેદ કાટને ઉચ્ચ દબાણ સાથેના તાજા પાણીની ધારથી દૂર કરવી જોઈએ.
 • ઓગળી શકે તેવા ઝિન્ક લવણને હટાવવા માટે પાણી વડે ધોવાની સલાહ અપાય છે. 

સ્ટેનલેસ સ્ટીલ :

 • સ્ટેનલેસ સ્ટીલની સપાટી પર કોટિંગ પૂર્વે સપાટીને કોઈ ખાસ પ્રી- ટ્રીટમેન્ટની જરૂર હોતી નથી. આ સપાટી તેલ, ચીકાશ, ગંદકી અથવા અન્ય બિનજરૂરી પદાર્થોથી મુક્ત હોવી જોઈએ.
 • કોટિંગનું સારું જોડાણ સુનિશ્ચિત કરવા માટે સ્ટેનલેસ સ્ટીલ ઉપર સરફેસ પ્રોફાઈલ બને એ અત્યંત જરૂરી છે.
 • મોટા ભાગની કોટિંગ સિસ્ટમ્સ માટે 1.5 અને 3.0 મિલ્સ વચ્ચેનું પ્રોફાઈલ ઊંડાણ સૂચવવામાં આવે છે.  


 કૉન્ક્રિટ અને કડિયાકામ કરેલી સપાટીઓ : 

કૉન્ક્રિટની નવી સપાટી:

 • કોટિંગ કરવાના ઓછામાં ઓછા 30 દિવસ પૂર્વે સુધી ક્યોરિંગ (બરાબર થવા માટે) રાખવી જોઈએ
 • કૉન્ક્રિટ/કડિયાકામ કરેલી સપાટીમાં ભેજનું પ્રમાણ છ ટકા કરતાં ઓછું હોવું જોઈએ.
 • મોટા વિસ્તારો તથા ગંભીર એક્સ્પોઝરની સ્થિતિમાં સપાટીને લાઈટ બ્લાસ્ટિંગ દ્વારા તૈયાર કરવી જોઈએ. જ્યાં બ્લાસ્ટિંક કરવાનું શક્ય ન હોય એવા ઓછા મહત્વના ક્ષેત્રોમાં લેઈટન્સ (વધુ પડતા ભીના મિશ્રણને કારણે કૉન્ક્રિટની ઉપર બનેલી સિમેન્ટની પાતળી સપાટી) હટાવવા માટે વાયર બ્રશિંગનો ઉપયોગ કરવો જોઈએ, ત્યારબાદ પાણીથી મંદ કરાયેલા હાયડ્રોક્લોરિક એસિડથી &##2744;ાફ કરવું જોઈએ.
 • પ્રાઈમર લગાડતા પહેલા સપાટીને સંપૂર્ણપણે સુકવા દો. 

કૉન્ક્રિટની જૂની સપાટી :

 • ચીકાશ, તેલ વગેરે જેવા સપાટી પરના દૂષણોને સૉલ્વન્ટથી લૂંછીને અથવા 10 ટકા કૉસ્ટિક સૉલ્યુશનથી દૂર કરો. 
 • સપાટીને લાઈટ બ્લાસ્ટિંગ દ્વારા તૈયાર કરવી જોઈએ. જે જગ્યાઓ પર બ્લાસ્ટિંગ શક્ય ન હોય ત્યાં સપાટીને પાણીથી મંદ કરેલા એસીઆઈથી સાફ કરીને સારી પ્રોફાઈલ આપી શકાય છે. 
 • પાણીથી સાફ કરીને એસિડ તથા દૂષણોને દૂર કરો.
 • સપાટી તથા જોડાણના ભાગોમાં એસિડ સૉલ્યુશન રહી ન જાય એની ખાતરી કરો.
 • પ્રાઈમર લગાડતા પહેલા સપાટીને સંપૂર્ણપણે સુકવા દો.

લાકડાની સપાટીઓ :

 • ગંદકી/ ચીકાશ/ તેલને એક અથવા વધુ કેમિકલ ક્લીનિંગની પદ્ધતિ હાથ ધરી સાફ કરો.
 • ગાંઠ, ખીલી, છિદ્રો, તિરાડો વગેરેને સુયોગ્ય ફિલર કમ્પાઉન્ડથી ભરવા જોઈએ, કોટિંગ જો ઓછું ચોંટ્યું હોય તો તેને ખોતરીને દૂર કરો અને સમથળ બનાવવા માટે સપાટીને ઘસો.
 • કોટિંગ પહેલા ચૂનાવાળી સપાટીઓને ધોઈને સ્વચ્છ કરો અને સુકવા દો.  

SEND US YOUR QUERIES

અમને તમારા પ્રશ્નો મોકલો