ભાષાઓ

પ્રક્રિયા

પાવડર કોટિંગની પ્રક્રિયાઓ ઉપયોગમાં લેવાઈ રહેલી કોટિંગ સામગ્રીના પ્રકાર પ્રમાણે બદલાઈ શકે છે. જો કે, પ્રક્રિયાઓને સામાન્ય રીતે ચાર કાર્યોમાં વિભાજિત કરી શકાય છે:  

સપાટી યોગ્ય રીતે સ્વચ્છ છે અને ઉત્પાદન તેલ તથા અન્ય પ્રકારની ગંદકીથી મુક્ત છે તેની ખાતરી કરવાની પ્રક્રિયાથી સપાટીની તૈયારી કરવાની કામગીરીનો પ્રારંભ થાય છે. જરૂર પડે તો એ પછીના તબક્કામાં સપાટીની ટ્રીટમેન્ટ માટે બ્લાસ્ટિંગનો ઉપયોગ કરી શકાય છે અને લાંબા ગાળાના કાટ પ્રતિરોધના અપેક્ષિત સ્તરના આધારે આયર્ન ફૉસ્ફેટ અથવા ઝિન્ક ફૉસ્ફેટનો ઉપયોગ થઈ શકે છે. થર્મોપ્લાસ્ટિક પાવડર્સ માટે સામાન્ય રીતે જોડાણ માટે પ્રાઈમરની જરૂર પડે છે. થર્મોસેટ પાવડર્સને પ્રાઈમરની જરૂર પડતી નથી, કેમકે તેમાં પહેલેથી જ જોડાણ પ્રોત્સાહક તત્વ હોય છે. કેટલાક ગુણધર્મો વધારવા માટે થર્મોસેટ્સ સાથે પ્રાઈમર્સનો ઉપયોગ કરી શકાય છે. ઉપયોગમાં લેવાતી પ્રાઈમિંગની સામગ્રી પાવડર કોટિંગ્સ માટે આવશ્યક ક્યૉરિંગના તાપમાનને અનુકૂળ હોવી જોઈએ.    

પાવડરનો ઉપયોગ બે મૂળભૂત ટેક્નિકના અનેક પ્રકારોનું સંયોજન છે. આ ટેક્નિક્સ છે ફ્લુઈડાઈઝ્ડ બેડ અને ઈલેકટ્રોસ્ટૅટિક સ્પ્રૅ છે. ફ્લુઈડાઈઝ્ડ બેડ મૂળ પાવડર કોટિંગ ટેકનિક છે. તે હજી પણ થર્મોપ્લાસ્ટિક પાવડર્સના પ્રયોગ માટે ઉપયોગમાં લેવાતી પ્રાથમિક ટેક્નિક છે. એવા કેટલાક થર્મોસેટ પાવડરના પ્રયોગ માટે ફ્લુઈડાઈઝ્ડ બેડ પણ ઉપયોગમાં લેવાય છે જ્યાં ઉચ્ચ ફિલ્મ નિર્માણ જરૂરી છે અથવા વસ્તુનો આકાર અત્યંત નાનો હોય છે. ઈલેક્ટ્રિકલ ઈન્સ્યુલેશન માટે બનાવવામાં આવેલા થર્મોસેટ પાવડર ઘણી વખત ફ્લુઈડાઈઝ્ડ બેડ ટેક્નિક ઉપયોગ કરે છે. પાવડરના ગલનબિંદુ કરતાં નોંધપાત્ર રીતે ઊંચા તાપમાને પાર્ટ્સને પ્રી-હીટ કરવામાં આવે છે. ત્યાર પછી કોટિંગ પાવડરના "ફ્લુઈડાઈઝ્ડ બેડ"માં પાર્ટ્સને ડૂબાડવામાં આવે છે જ્યાં પ્લાસ્ટિક પાવડર ઓગળીને પાર્ટ્સ ઉપર ચડી જાય છે.

ઈલેક્ટ્રોસ્ટૅટિક સ્પ્રૅ થર્મોસેટ પાવડર્સ માટે ઉપયોગમાં લેવામાં આવતી પ્રાથમિક ટેક્નિક છે. પાવડર કોટિંગ ગનમાં પાવડરના કણોને વિદ્યુત ચાર્જ આપવામાં આવે છે. આ લક્ષિત ભાગ જમીન પરની સ્થિર વસ્તુ સાથે જોડાયેલો હોય છે. ઈલેક્ટ્રિકલી ચાર્જ્ડ પાવડરના કણો જમીન સાથે જોડાયેલી વસ્તુ તરફ આકર્ષાય છે અને નાના ચુંબકની જેમ પાર્ટ્સ સાથે જોડાય છે. કણો વાસ્તવમાં ચાર્જ્ડ કણો દ્વારા વિકર્ષિત થાય છે અને કોટિંગ પ્રક્રિયા અટકી જાય છે. આ પ્રક્રિયા આવરણને એકસમાન જાડાઈ પૂરી પાડે છે. 

કુદરતી ગૅસથી ચાલતા ઑવન દ્વારા સામાન્ય રીતે સપાટીને ગરમ કરવાની પ્રક્રિયા થાય છે. થર્મોપ્લાસ્ટિક પાવડર્સની બાબતમાં સામાન્ય રીતે ફ્લુઈડાઈઝ્ડ બેડ ટેક્નિક દ્વારા પાવડરના ઉપયોગ પહેલા પાર્ટ્સની સપાટી ગરમ કરવાની જરૂર પડે છે. પાર્ટ્સ ઓરડાના તાપમાન પર હોય ત્યારે થર્મોસેટ પાવડર સામાન્ય રીતે ઈલેકટ્રોસ્ટૅટિક સ્પ્રૅ ટેક્નિકથી લગાડવામાં આવે છે. એ પછી પાર્ટ્સની સપાટી અને પાવડરને એકસાથે ગરમ કરવામાં આવે છે.

થર્મોસેટ પાવડર્સને ક્યૉરિંગની જરૂર હોય છે. (થર્મોપ્લાસ્ટિક પાવડરને સામાન્ય રીતે ક્યૉર કરાતા નથી.) પાર્ટ્સની સપાટી ઇચ્છિત તાપમાન (180º-200º C) સુધી ગરમ થાય ત્યાર પછી ચોક્કસ સમયગાળા માટે, સામાન્યપણે 10-15 મિનિટ સુધી રાખવામાં આવે છે, એ દરમિયાન ક્યૉરિંગ એજન્ટ આવરણના ઇચ્છિત ગુણધર્મોને વિકસાવે છે.  

વસ્તુનું સારૂં અર્થિંગ 

પાવડર લગાડવાની પરંપરાગત ઈલેક્ટ્રોસ્ટૅટિક પ્રક્રિયા દરમિયાન મોટા પ્રમાણમાં નેગેટિવ ચાર્જ વસ્તુ સુધી પહોંચે છે. જો ઈલેક્ટ્રોનની આ મોટી સંખ્યાને અસરકારક રીતે અર્થ કરવામાં ન આવે, તો કોટેડ સપાટી પર ઝડપથી શક્તિશાળી નકારાત્મક ચાર્જ વિકસે છે, જે સ્પ્રૅ ગનથી નાખવામાં આવતા નકારાત્મક ચાર્જ્ડ પાવડરને વિકર્ષિત કરે છે. આથી, પૂરતા અર્થિંગ વિના, ઝડપથી અને અસરકારક રીતે સારા પ્રવાહ અને ફિનિશ સાથે પાવડરનું જાડું સ્તર બનાવવું અશક્ય થઈ જાય છે.

 

સ્પ્રૅઈંગ સાધનનું યોગ્ય અર્થિંગ

પ્લાન્ટ સલામતીની ખાતરી કરવા માટે સ્પ્રૅ સાધનો, સ્પ્રૅ બૂથ અને સંબંધિત સાધનોનું સંપૂર્ણ અને અસરકારક અર્થિંગ કરવું અત્યંત આવશ્યક છે. આ બધું અંતે ઉચ્ચ વૉલ્ટેજ ડિસ્ચાર્જને અને પરિણામે થનારા ઈલેક્ટ્રિકલ સ્પાર્કસની શક્યતાને દૂર કરવામાં મદદરૂપ થાય છે.  

 

હવાની ગુણવત્તા

સ્પ્રૅની કામગીરી સારી રીતે થાય એ માટે વાતાવરણમાં સાપેક્ષ ભેજ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. આદર્શ સાપેક્ષ ભેજ 45થી 55 ટકાની વચ્ચે હોય છે. પાવડર કોટિંગ સાધનો માટે માત્ર સ્વચ્છ, શુષ્ક કૉમ્પ્રેસ્ડ હવા જ પૂરી પાડવી જોઈએ. 

 

સ્પ્રૅઈંગ પર અસર કરનારાં અન્ય પરિબળો

સ્પ્રૅ ક્ષમતાને પહેલીવાર સ્પ્રૅ કરવાથી વસ્તુની સપાટી પર ચોંટનારા પાવડરની ટકાવારીના રૂપમાં વ્યક્ત કરી શકાય છે. સ્પ્રૅની મહત્તમ ક્ષમતા માટે અને ટેક્નિકલ અને આર્થિક એમ બન્ને પ્રકારના લાભ મળે છે. 

સ્પ્રૅ ક્ષમતા પર અસર કરતા સૌથી મહત્ત્વવનાં પરિબળો નીચે મુજબ છે.

  • સ્પ્રૅ ગનની સ્થિતિ
  • હૅન્ગિંગ ટેકનિક
  • પાવડર રિસાઈકલિંગ
  • વર્જિન પાવડરનો ઉમેરો  

SEND US YOUR QUERIES

અમને તમારા પ્રશ્નો મોકલો