ભાષાઓ

પાવડર કોટિંગ શા માટે?

પાવડર કોટિંગ્સ એ રેઝિન, ક્યૉરિંગ એજન્ટ્સ અને પિગ્મેન્ટ્સનું મિશ્રણ છે, જે ઓગાળીને મિક્સ (ઍક્સ્ટ્રૂડેડ) કરાય છે અને બારીક કણોમાં વિભાજીત થાય છે. આ સંપૂર્ણપણે સૉલ્વન્ટ મુક્ત છે.  

ખાસ કરીને ઈલેક્ટ્રોસ્ટૅટિક સ્પ્રૅ દ્વારા મેટલ પ્રોડક્ટ્સ પર લગાડવામાં આવે છે.  ત્યારબાદ કોટેડ ચીજને ગરમ કરાય છે અને પાવડર પીગળીને સુંવાળું, એકધારૂં અને બધું સમાવી લેતું આવરણ રચે છે. થર્મોસેટિંગ રેઝિનનો ઉપયોગ કરવામાં આવે, ત્યારે ક્યૉર દરમિયાન કોટમાં રાસાયણિક ફેરફાર (ક્રૉસલિન્કિંગ) થાય છે, જેના પરિણામે બહેતર ક્ષમતાઓ અને વિશિષ્ટતાઓ ધરાવતી સુશોભન/ફંક્શનલ ફિનિશ સર્જાય છે.  

વિશિષ્ટતાઓ અને તેના કારણે મળતા નોંધપાત્ર ફાયદાને કારણે પાવડર ટેક્નૉલૉજી કોટિંગના વિકલ્પ તરીકે લોકપ્રિય બનતી જાય છે : 

વિશિષ્ટતાઓ ફાયદા
પર્યાવરણ સંબંધી
વીઓસીના ઉત્સર્જનનું સ્તર ઘટીને લગભગ શૂન્ય સુધી આવે છે નિયમપાલનનું એક પગલું, વાસ્તવમાં 100 ટકા નક્કર 
કચરો અથવા સૉલ્વન્ટ નહીં.  નિકાલના ખર્ચમાં નોંધપાત્ર ઘટાડો.  
વાસ્તવમાં 100 ટકા સામગ્રીનો ઉપયોગ, ઓવર સ્પ્રૅને ફરીથી પ્રાપ્ત કરી શકાય છે. ઉપયોગમાં લેવાની સામગ્રીનો ખર્ચ સામાન્યપણે ઘટે છે.  
સ્વાસ્થ્ય, આગ, સુરક્ષા સંબંધિત જોખમોમાં ઘટાડો.  . પ્લાન્ટમાં સ્વચ્છ કામગીરી, ખર્ચ ઘટે. 
કામગીરી અને ગુણવત્તા  
મજબૂત અને વધુ ટકાઉ કોટિંગ   વધારાના પૅકેજિંગ અને હૅન્ડલિંગને દૂર કરે.  
વધુ મજબૂત આવરણ – પાવડર કેમિસ્ટ્રીની ઉચ્ચ ક્રૉસ-લિન્ક ઘનતા પોરોસિટી આપે છે.   કાટ અને ભેજ સામે ઉત્તમ પ્રતિરોધ.  
રંગોની ચમકમાં સાતત્ય – વધુ સારી ઉત્પાદન અને બૅચ-ટુ-બૅચ એકરૂપતા.  . સાઈટ પર મિક્સિંગ નહીં, મજૂરીના ખર્ચમાં ઘટાડો.  
ઉત્પાદકતા 
લગાડવામાં આસાની. ઝડપથી જામે છે અને સિંગલ પાસ કોટિંગ ટ્રેનિંગની પ્રક્રિયાને સરળ બનાવે છે.   ઉત્પાદકતામાં વધારો  
ઓછા અસ્વીકૃત પદાર્થ – ટપકતું કે વહેતું નથી; ક્યૉરિંગ પૂર્વે ફરીથી સ્પ્રૅ કરવાની પ્રક્રિયાને આસાન બનાવે છે  . અસ્વીકૃતિના ખર્ચમાં ઘટાડો, વધુ ઉત્પાદકતા  
સફાઈ અને જાળવણી પાછળની મહેનતમાં ઘટાડો. વૅક્યુમથી સાફ કરી શકાય છે.   મહેનતમાં, સફાઈના ખર્ચમાં ઘટાડો

પાવડર કોટિંગ સામગ્રીના બે મૂળભૂત વર્ગીકરણ છે. એ છે "થર્મોપ્લાસ્ટિક" અને "થર્મોસેટ" પાવડર.

થર્મોપ્લાસ્ટિક પાવડર

થર્મોપ્લાસ્ટિક પાવડર્સ સામાન્યપણે એવી સપાટી પર લગાડવામાં આવે છે, જેને પાવડરના ગલનબિંદુ કરતાં નોંધપાત્રપણે ઊંચા તાપમાન પર  પહેલા ગરમ કરાયું હોય. ગરમી મળતાં જ તે પીગળી જાય છે અને વહે છે, પણ ઠંડું પડીને જામ્યા બાદ પણ તેની રાસાયણિક સંરચના બદલાતી નથી. નાયલૉન પાવડર કોટિંગ સામગ્રીનો સમાવેશ સૌથી વધુ વપરાતા થર્મોપ્લાસ્ટિક પાઉડર્સમાં થાય છે. થર્મોપ્લાસ્ટિક કોટિંગ્સ ઘસારો અને રાસાયણોના વધુ સારા પ્રતિરોધ માટે જાણીતા છે.  

થર્મોસેટ પાવડર

થર્મોસેટ પાવડર 100% સૉલ્વન્ટ-મુક્ત હોય છે અને સામાન્યપણે ઈલેક્ટ્રોસ્ટૅટિક સ્પ્રૅ સાધનો દ્વારા લગાડવામાં આવે છે, જે પાવડરના દરેક કણને નાના ઈલેક્ટ્રિક ચાર્જથી ભરી દે છે, આના કારણે તે અર્થ કરેલા સબસ્ટ્રૅટને ચોંટી જાય છે. થર્મોસેટ પાવડર કોટિંગ સિસ્ટમ ફૉર્મ્યુલેશનમાં અનેક વિકલ્પો પૂરા પાડે છે. તે અત્યંત ટકાઉ હોય છે અને વ્યાપ સ્તરે ઉપયોગમાં લેવાય છે.  

SEND US YOUR QUERIES

અમને તમારા પ્રશ્નો મોકલો