ભાષાઓ

ઈન્ટિરિયર સ્ટાઈલ ગાઈડ

નેરોલેક એક્સ્ટિરિયર કલર ગાઈડ એવું પુસ્તક છે, જે તમારા ઘરની બહારની દીવાલો માટે તૈયાર કરાયેલા કલર પૅલેટ્સથી પ્રેરણા આપે છે. આપણે હંમેશા જ અદભુત જગ્યાએ પોતાનુ ઘર બનાવવાનું સપનું જોતા હોઈએ છીએ. ટેકરીઓની વચ્ચે, સમુદ્ર કિનારે ભેખડ પર અથવા તો ફૂલોથી આચ્છાદિત બગીચાની વચ્ચે. આવા સ્થળોએ આપણે ઉપસ્થિત રંગોમાંથી જ પ્રેરણા મેળવીએ છીએ અને આ વિચારને પોતાના ઘરની બહારની દીવાલો ઉપર જીવંત કરવાનો પ્રયાસ કરીએ છીએ. ભારતભરની સફર દરમિયાન નેરોલેકને જોવા મળ્યું કે કઈ રીતે દેશનું ચિત્ર બદલાઈ રહ્યું છે. આ પુસ્તક ભારતના શહેરી ઘરો માટે પ્રેરણાદાયક રંગોથી સભર છે. આપણા ઘરને પહેલી વખત અથવા ફરીવાર પેઈન્ટ કરાવતી વખતે આપણે બંધબેસતી પ્રેરણાની શોધ સાથે આપણો પ્રવાસ શરૂ કરતા હોઈએ છીએ. ઘરની સ્થાપત્ય કળા તથા તેની આસપાસની ખૂબીઓને સમજી લઈએ છીએ. અને એ પછી રંગોની સાત વાર્તાઓમાંથી યોગ્ય કલર પૅલેટની પસંદગી કરતા હોઈએ છીએ.

શાનદારસફેદ

આધુનિક કલાથી ઓપતા ઘરને યોગ્ય બૅકડ્રૉપ આપવા માટે સફેદ રંગની અનેક છટા સચોટપણે કારગર નીવડે છે. બૅકગ્રાઉન્ડમાં સફેદ રંગ કૅનવાસ જેવો લાગે છે, જેના પર ઘરની સજાવટ કરતા અન્ય બધા જ તત્ત્વો જીવંત થઈ ઉઠે છે.

વધુ જાણો

શહેરીસંવેદના

આજના યુગમાં મોટા ભાગના ઘરો ડિઝાઈન કરતી વખતે એ વાતનું ધ્યાન રાખવામાં આવે છે કે, તે શહેરી માહોલ સાથે સુસંગત હોય. સૌમ્ય ક્રીમ રંગ અને લાલાશ ધરાવતા ગુલાબી શેડ આ ઘરોની સજાવટમાં આકર્ષક શહેરી સંવેદના લાવે છે.

વધુ જાણો

સૂરજ જેવીચમકદાર ખુશીઓ

આરામદાયક ઘરમાં આપણે સૂર્યના પ્રકાશ જેવી ઝગમગતી ખુશનુમા પળોને શોધતા હોઈએ છીએ. ચીરપરિચિત લાકડા અને પરંપરાગત ફૅબ્રિક્સ સાથે પીળા, ગેરૂ, નારંગી અને ઑલિવ જેવા નિરાંતભર્યા રંગ ઘરને હૂંફાળું બનાવે છે.

વધુ જાણો

તમારો મનગમતોખૂણો

તમે મહેમાનગતિ આપવાના શોખીન હો કે, આરામપ્રેમી હો કે પછી સામાજિક શિષ્ટાચારના બંધનથી મુક્ત તથા સ્વતંત્ર વિચાર ધરાવનારા હો, તમને ચોક્કસપણે પોતાના ઘરમાં એક એવી જગ્યાની જરૂર હશે જ્યાં તમે કોલાહલથી દૂર તમારી પોતાની કહી શકય એવી પળો વીતાવી શકો. આ એવી જગ્યા હશે જ્યાં તમે ઘરમાં જ હોવા છતાં તમારા સપનામાંના મનપસંદ સ્થળે હોવાની અનુભૂતિ પણ કરાવશે.

વધુ જાણો

પ્રકૃતિનું સ્વર્ગ

તમારા ઘરને આકર્ષક પ્રાકૃતિક માહોલમાં પરિવર્તિત કરવાનો સમય આવી ગયો છે. વિશાળ છોડ-રોપા, નક્કર રંગ અને કુદરતી સજાવટ તમારા ઘરને અનોખી ભવ્યતાથી ભરી દેશે.

વધુ જાણો

તમારો મનગમતોખૂણો

તમે મહેમાનગતિ આપવાના શોખીન હો કે, આરામપ્રેમી હો કે પછી સામાજિક શિષ્ટાચારના બંધનથી મુક્ત તથા સ્વતંત્ર વિચાર ધરાવનારા હો, તમને ચોક્કસપણે પોતાના ઘરમાં એક એવી જગ્યાની જરૂર હશે જ્યાં તમે કોલાહલથી દૂર તમારી પોતાની કહી શકય એવી પળો વીતાવી શકો. આ એવી જગ્યા હશે જ્યાં તમે ઘરમાં જ હોવા છતાં તમારા સપનામાંના મનપસંદ સ્થળે હોવાની અનુભૂતિ પણ કરાવશે.।

વધુ જાણો

છૂપોબગીચો

ભીડભર્યા રસ્તા અને ગગનચુંબી ઈમારતો વચ્ચે તમે વસવાટ કરો છો, પણ તમારા દિલને હંમેશા એક છૂપા બગીચાની ઝંખના હોય છે. દુનિયાની નજરથી દૂર એવો હર્યોભર્યો બગીચો હોય જે ફક્ત તમારો જ હોય

વધુ જાણો

SEND US YOUR QUERIES

અમને તમારા પ્રશ્નો મોકલો