ભાષાઓ

લાઈફ @ નેરોલેક

એચઆર ડિપાર્ટમેન્ટની વ્યૂહરચના અને સંસ્થાકીય કામગીરી

અમારા કર્મચારીઓ જ અમારી કંપનીનો ધબકાર છે. આથી હંમેશાં તેમનો વિશ્વાસ, આત્મવિશ્વાસ અને પારદર્શિતા જળવાઈ રહે એવું વાતાવરણ રચવાનો અમારો પ્રયાસ રહે છે.
કર્મચારીઓના મૂલ્યાંકન ભરતી વ્યવસ્થાને સરળ બનાવવા માટે કાન્સાઈ નેરોલેકના એચઆર ડિપાર્ટમેન્ટ દ્વારા અનેક સાધનો, પ્રક્રિયાઓ અને પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી છે.

કાર્ય પદ્ધતિઓ

આરએમએસ :ઍમ્પ્લૉઈઝ સૅલ્ફ સર્વિસ પોર્ટલ દ્વારા નવા કર્મચારીઓની ભરતી માટે સંપૂર્ણ ઉકેલ પૂરા પાડવાના આશયે કેએનપીએલમાં રિક્રુટમેન્ટ મેનેજમેન્ટ સિસ્ટમ લાવવામાં આવી છે. આ સિસ્ટમ નવા કર્મચારીઓની ઑનલાઈન ભરતીથી માંડીને ખાલી જગ્યાઓનું શૅરિંગ, પોઝિશન સ્ટેટસ ટ્રેકિંગ અને નવા ઉમેદવારોની નિયુક્તિ માટે ઑફરનું સર્જન કરે છે. આમ આ સિસ્ટમ તમામ પ્રકારના ઉકેલ પૂરા પાડે છે.


પીએમએસ:
ઑનલાઈન પરફૉર્મન્સ મેનેજમેન્ટ સિસ્ટમ (પીએમએસ) વેબ આધારિત સાધન છે જે ત્રિમાસિક તથા વાર્ષિક કાર્યક્રમમાં શામેલ પ્રક્રિયાઓ પર નજર રાખવાનું આસાન બનાવે છે. ઑનલાઈન પીએમએસથી કર્મચારીને એ સમજવામાં મદદ મળે છે કે તેમના પ્રદર્શનનું મૂલ્યાંકન કઈ રીતે કરવામાં આવે છે. કર્મચારીઓ પોતાની ક્ષમતાઓ, નબળાઈઓ અને સુધારા માટેની જરૂરિયાતો પર તેમને મળેલા રેટિંગ્સ અને મૂલ્યાંકન જોઈ શકે છે, જેનાથી તેમને વિકાસ અને પ્રશિક્ષણ સંબંધિત જરૂરિયાતો પર ચર્ચા અને સ્પષ્ટ દૃષ્ટિકોણ મેળવવાની તક મળે છે.


પરફૉર્મન્સ ડાયરી:પરફૉર્મન્સ ડાયરી એ એક એવું સાધન છે જેનો ઉપયોગ કોઈ કર્મચારીની નોકરી સંબંધિત ગતિવિધિઓની નોંધ માટે કરવા માટે કરાય છે. આ માહિતી રોજબરોજની ગતિવિધિઓ અથવા ઉપલબ્ધિઓ તથા કર્મચારીઓના વર્તમાન વર્ષના કેઆરએ સાથે સંબંધિત હોઈ શકે છે.બોલ્ટ:ઑનલાઈન પરીક્ષણોની અદ્વિતિય અને અગ્રણી પહેલ સમાન આ સાધનનો આશય ઑનલાઈન ટેસ્ટિંગ કરતાં ઘણું વધુ છે, આથી તેને બી. ઓ. એલ. ટી એટલે કે બિયૉન્ડ ઑનલાઈન ટેસ્ટિંગ કહેવામાં આવે છે. બોલ્ટનો હેતુ સંસ્થાના કર્મચારીઓની કાર્યક્ષમતાના સ્તરમાં વૃદ્ધિ કરવાની સાથે કારકિર્દીમાં ઉન્નતિ તથા ક્રૉસ ફંક્શનલ મૂવમેન્ટ્સ માટે તેમનું મૂલ્યાંકન કરવાનો છે.

કાર્ય પદ્ધતિ

કૅમ્પસ સહયોગ:પ્રતિષ્ઠિત મેનેજમેન્ટ અને ઍન્જિનિયરિંગ/ટેકનિકલ સંસ્થાઓમાંથી મેનેજમેન્ટ અને ઍન્જિનિયરિંગ ક્ષેત્રોની નવી પ્રતિભાઓને ભરતી કરવામાં આવે છે. ટૂંકા ગાળાના ઈન્ટર્નશિપ એસાઈન્મેન્ટ્સ, સેમિનાર અને કૅમ્પસ સહયોગની પ્રવૃત્તિઓનો ઉપયોગ ઉદ્યોગ આ તાજી પ્રતિભાઓને લાવવા માટે કરે છે. નેરોલેકમાં અમે વિદ્યાર્થીઓની ક્ષમતા વધારીને સમાજમાં યોગદાન આપવા માટે પ્રતિબદ્ધ છીએ.