Banner Image

વર્તમાન- 2000

વર્ષ 2010 – શાહરૂખ ખાન નેરોલેકનો બ્રાન્ડ એમ્બેસેડર બન્યો 2006- જીએનપીએલનું નામ કાન્સાઇ નેરોલેક કરાયું 2004 થી 2006- લોટે અને જૈનપુરની ફેક્ટરીઓને ક્રમશઃ ગ્રિનટેક સૅફ્ટી એવૉર્ડ, ગોલ્ડ અને સિલ્વરથી નવાજવામાં આવી. આ પ્લાન્ટ્સને ઓએચએસએએસ18001 પ્રમાણપત્ર પણ એનાયત થયું. નેરોલેક બ્રાન્ડ ઉપર લક્ષ્ય કેન્દ્રિત કરવા માટે શ્રી અમિતાભ બચ્ચનને બ્રાન્ડ એમ્બેસેડર તરીકે સાઇન કરવામાં આવ્યા. વંચિત બાળકોની મદદ માટે આકાંક્ષા ફાઉન્ડેશનના સહયોગમાં પહેલ હાથ ધરવામાં આવી.

Banner Image

2000-1991

વર્ષ 2000 સુધીમાં કાન્સાઇ પેઇન્ટ્સ દ્વારા ફૉર્બ્સ ગોકાક અને તેની પેટા કંપનીઓનો સંપૂર્ણ હિસ્સો હસ્તગત કરી લેવાયો, આમ આ કંપની 1999માં કાન્સાઇ પેઇન્ટ્સની પેટા કંપની બની. આ કંપનીની કુલ ઇક્વિટીમાં કાન્સાઇ પેઇન્ટ્સન હિસ્સો હવે 64.52 ટકા છે. નેરોલેકની જિંગલ ‘જબ ઘર કી રૌનક બઢાની હો’ લોકપ્રિય થઈ

Banner Image

1990- 1981

1983માં કંપનીએ બૉમ્બે અને પુણેમાં જીએનપી101 ઓટો પેઇન્ટ્સ લૉન્ચ કર્યા હતા. આ પેઇન્ટ્સને 24 મૂળભૂત શેડ્ઝ, મેટાલિક રેન્જના 12 શેડ્ઝ અને વાયબ્રન્ટ રેન્જના 12 શેડ્ઝની શ્રેણીમાં રજૂ કરાયા હતા. 1986માં જીએનપીએલ દ્વારા ઑટોમોટિવ ઉત્પાદનો માટે કૅથોડિક ઇલેક્ટ્રોડિપોઝિશન પ્રાઈમર તથા અન્ય આધુનિક કોટિંગ્સના ઉત્પાદન માટે ઓસાકામાં જાપાનની કંપની કાન્સાઇ પેઇન્ટ્સ કંપની લિમિટેડ સાથે ટીએએ પર હસ્તાક્ષર કરાયા. જીએનપીએલ, ભારતમાં આ ટેક્નૉલૉજી લાવનારી સૌપ્રથમ કંપની હતી.

Banner Image

1980- 1950

1970માં કંપનીના મેસ્કૉટ તરીકે સ્માઇલિંગ ટાઇગર (સ્મિત કરતો વાઘ) ગૂડીને લોન્ચ કરાયો. 1957માં કંપનીનું નામ બદલીને ગૂડલાસ નેરોલેક પેઇન્ટ્સ પ્રા. લિ. કરાયું. 1968માં કંપની પબ્લિક થઈ અને “પ્રાયવેટ” શબ્દ દૂર કરાયો. 1950ના દાયકામાં કંપનીની સ્ટાર પ્રોડક્ટ એન્ટિ- ગૅસ વાર્નિશ હતી, જેનો મુખ્ય ઉપયોગ સંરક્ષણ માટે થતો

Banner Image

1920ના દાયકાનો પ્રારંભિક ગાળો

બ્રિટનમાં નવેમ્બર 1930માં ત્રણ બ્રિટિશ કંપનીઓનું એકીકરણ કરી ગૂડલાસ વૉલ એન્ડ લીડ ઇન્ડસ્ટ્રીઝ ગ્રૂપ લિ.ની રચના થઈ. બાદમાં આ કંપની લીડ ઇન્ડસ્ટ્રીઝ ગ્રૂપ (એલઆઇજી) લિમિટેડ બની. એપ્રિલ 1933માં ઈંગ્લૅન્ડના લિવરપૂલ સ્થિત એલઆઇજીએ કંપનીને હસ્તગત કરી અને તેનું નામ ગૂડલાસ વૉલ (ઇન્ડિયા) લિ. કરાયું. 1920ના દાયકાના પ્રારંભિક ગાળામાં અમેરિકન પેઇન્ટ એન્ડ વાર્નિશ કંપનીને ઍલન બ્રધર્સ એન્ડ કં. લિ. નામની એક ઈંગ્લિશ કંપનીએ ખરીદી. ત્યારબાદ તેનું નામ બદલીને ગહાગન પેઇન્ટ્સ એન્ડ વાર્નિશ કં. લિ. કરી દેવાયું. .

ભાષાઓ

અમારી સિસ્ટમ્સ

આખો દેશ ડિજિટાઇઝેશનની દિશામાં આગળ વધી રહ્યો છે ત્યારે કંપનીની ડિજિટલ માળખાકીય સુવિધાઓમાં રોકાણ કરવું એ આજના સમયની તાતી જરૂરિયાત છે. ડિજિટાઇઝેશન વિકાસને વેગ આપી રહ્યું છે અને આજના સ્પર્ધાત્મક વિશ્વમાં ડિજિટાઇઝેશનની ક્ષમતાનો લાભ લેવું એ અનિવાર્ય બાબત બની ગઈ છે. આ ઉદ્દેશ્યને ધ્યાનમાં રાખતા ફેબ્રુઆરી 2000માં નેરોલેકને કામગીરી-આધારિત લિગસી સિસ્ટમમાંથી પરિવર્તિત કરીને પ્રક્રિયા-આધારિત સંગઠિત વ્યવસ્થા બનાવવામાં આવી હતી, આ માટે એસએપી R/3 સોલ્યૂશન્સમાં રોકાણ અને અમલ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત ડિજિટલ ડેવલપમેન્ટ્સમાં કંપનીને અગ્રેસર રાખવા માટે આગળના તબક્કામાં એસએપી R/3, એસએપી સપ્લાય ચેઇન, સપોર્ટેડ ડિલર અને વેન્ડર પોર્ટલ્સ જેવી મુખ્ય એસએપી ઍપ્લિકેશન્સના અમલીકરણ જેવાં પગલાં લેવામાં આવ્યાં છે.

નેરોલેક એન્ટરપ્રાઇઝ રિસોર્સ પ્લાનિંગ ટૂલ્સનો ઉપયોગ કરે છે અને તેમની અદ્યતન આવૃત્તિઓને અપડેટ પણ કરતી રહે છે. એસએપીની તમામ વર્તમાન ઍપ્લિકેશન્સ લેટેસ્ટ વર્ઝનની છે. ફાઈનાન્સ, માર્કેટિંગ અને કસ્ટમર રિલેશનશિપ, મેન્યુફેક્ચરિંગ, કૉર્પોરેટ ગવર્નન્સ, બિઝનેસ એનાલિટિક્સ, મોબાઇલ અને વેન્ડર પોર્ટલ્સ વગેરે જેવાં ક્ષેત્રોમાં અતિ આધુનિક ઍપ્લિકેશન અને સોલ્યુશન્સનો ઉપયોગ કરવામાં આવે છે.

આઇટી વિભાગમાં આ દૂરંદેશી કંપનીને અન્યોથી આગળ મૂકે છે અને સફળતાના પથ ઉપર ટકી રહેવા માટે આવશ્યક એવી મદદ પણ આપે છે તેમ જ કંપનીના ભાગધારકો માટે પારદર્શકતા પણ સુનિશ્ચિત કરે છે

SEND US YOUR QUERIES

અમને તમારા પ્રશ્નો મોકલો