છૂપો બગીચો
ભીડભર્યા રસ્તા અને ગગનચુંબી ઈમારતો વચ્ચે તમે વસવાટ કરો છો, પણ તમારા દિલને હંમેશા એક છૂપા બગીચાની ઝંખના હોય છે. દુનિયાની નજરથી દૂર એવો હર્યોભર્યો બગીચો હોય કે જે ફક્ત તમારો જ હોય.