Banner Image

વર્તમાન- 2000

વર્ષ 2010 – શાહરૂખ ખાન નેરોલેકનો બ્રાન્ડ એમ્બેસેડર બન્યો 2006- જીએનપીએલનું નામ કાન્સાઇ નેરોલેક કરાયું 2004 થી 2006- લોટે અને જૈનપુરની ફેક્ટરીઓને ક્રમશઃ ગ્રિનટેક સૅફ્ટી એવૉર્ડ, ગોલ્ડ અને સિલ્વરથી નવાજવામાં આવી. આ પ્લાન્ટ્સને ઓએચએસએએસ18001 પ્રમાણપત્ર પણ એનાયત થયું. નેરોલેક બ્રાન્ડ ઉપર લક્ષ્ય કેન્દ્રિત કરવા માટે શ્રી અમિતાભ બચ્ચનને બ્રાન્ડ એમ્બેસેડર તરીકે સાઇન કરવામાં આવ્યા. વંચિત બાળકોની મદદ માટે આકાંક્ષા ફાઉન્ડેશનના સહયોગમાં પહેલ હાથ ધરવામાં આવી.

Banner Image

2000-1991

વર્ષ 2000 સુધીમાં કાન્સાઇ પેઇન્ટ્સ દ્વારા ફૉર્બ્સ ગોકાક અને તેની પેટા કંપનીઓનો સંપૂર્ણ હિસ્સો હસ્તગત કરી લેવાયો, આમ આ કંપની 1999માં કાન્સાઇ પેઇન્ટ્સની પેટા કંપની બની. આ કંપનીની કુલ ઇક્વિટીમાં કાન્સાઇ પેઇન્ટ્સન હિસ્સો હવે 64.52 ટકા છે. નેરોલેકની જિંગલ ‘જબ ઘર કી રૌનક બઢાની હો’ લોકપ્રિય થઈ

Banner Image

1990- 1981

1983માં કંપનીએ બૉમ્બે અને પુણેમાં જીએનપી101 ઓટો પેઇન્ટ્સ લૉન્ચ કર્યા હતા. આ પેઇન્ટ્સને 24 મૂળભૂત શેડ્ઝ, મેટાલિક રેન્જના 12 શેડ્ઝ અને વાયબ્રન્ટ રેન્જના 12 શેડ્ઝની શ્રેણીમાં રજૂ કરાયા હતા. 1986માં જીએનપીએલ દ્વારા ઑટોમોટિવ ઉત્પાદનો માટે કૅથોડિક ઇલેક્ટ્રોડિપોઝિશન પ્રાઈમર તથા અન્ય આધુનિક કોટિંગ્સના ઉત્પાદન માટે ઓસાકામાં જાપાનની કંપની કાન્સાઇ પેઇન્ટ્સ કંપની લિમિટેડ સાથે ટીએએ પર હસ્તાક્ષર કરાયા. જીએનપીએલ, ભારતમાં આ ટેક્નૉલૉજી લાવનારી સૌપ્રથમ કંપની હતી.

Banner Image

1980- 1950

1970માં કંપનીના મેસ્કૉટ તરીકે સ્માઇલિંગ ટાઇગર (સ્મિત કરતો વાઘ) ગૂડીને લોન્ચ કરાયો. 1957માં કંપનીનું નામ બદલીને ગૂડલાસ નેરોલેક પેઇન્ટ્સ પ્રા. લિ. કરાયું. 1968માં કંપની પબ્લિક થઈ અને “પ્રાયવેટ” શબ્દ દૂર કરાયો. 1950ના દાયકામાં કંપનીની સ્ટાર પ્રોડક્ટ એન્ટિ- ગૅસ વાર્નિશ હતી, જેનો મુખ્ય ઉપયોગ સંરક્ષણ માટે થતો

Banner Image

1920ના દાયકાનો પ્રારંભિક ગાળો

બ્રિટનમાં નવેમ્બર 1930માં ત્રણ બ્રિટિશ કંપનીઓનું એકીકરણ કરી ગૂડલાસ વૉલ એન્ડ લીડ ઇન્ડસ્ટ્રીઝ ગ્રૂપ લિ.ની રચના થઈ. બાદમાં આ કંપની લીડ ઇન્ડસ્ટ્રીઝ ગ્રૂપ (એલઆઇજી) લિમિટેડ બની. એપ્રિલ 1933માં ઈંગ્લૅન્ડના લિવરપૂલ સ્થિત એલઆઇજીએ કંપનીને હસ્તગત કરી અને તેનું નામ ગૂડલાસ વૉલ (ઇન્ડિયા) લિ. કરાયું. 1920ના દાયકાના પ્રારંભિક ગાળામાં અમેરિકન પેઇન્ટ એન્ડ વાર્નિશ કંપનીને ઍલન બ્રધર્સ એન્ડ કં. લિ. નામની એક ઈંગ્લિશ કંપનીએ ખરીદી. ત્યારબાદ તેનું નામ બદલીને ગહાગન પેઇન્ટ્સ એન્ડ વાર્નિશ કં. લિ. કરી દેવાયું. .

ભાષાઓ

સ્થિરતા-ટકાઉપણું

કૉર્પોરેટ સોશિયલ રિસ્પૉન્સિબિલિટી (કૉર્પોરેટ સામાજિક જવાબદારી)

સીએસઆર ગતિવિધિઓનો હેતુ અને વિચારસરણી – ઉત્સાહ અને સહાનુભૂતિ સાથે સારા પડોશી, અન્યોનો વિચાર કરનારા સારા પડોશી બનીને સમજદારી તથા વિચારશીલતા સાથે સમાજના વિકાસમાં સકારાત્મક યોગદાન આપવા સાથે એક સારા કૉર્પોરેટ નાગરિકની ભૂમિકા ભજવવી.

કંપનીનો સીએસઆર દૃષ્ટિકોણ  – નાવિન્યસભર ટેક્નૉલૉજી , ઉત્પાદનો તથા વ્યવસાય ઉપરાંતની ગતિવિધિઓના માધ્યમથી સમુદાયના સામાજિક અને આર્થિક વિકાસમાં સતત સહયોગ આપી જવાબદાર કૉર્પોરેટ બનવા માટે મથવું..

સીએસઆર પ્રવૃત્તિઓને વ્યાપકપણે પાંચ જૂથમાં વહેંચવામાં આવી છે  “આજીવિકા અને કૌશલ્ય વૃદ્ધિ”(એસબીઆઈ જેવા બાહ્ય ભાગીદારો સાથે), “ગ્રામીણ/સામુદાયિક વિકાસ”, “પ્રીવેન્ટિવ હૅલ્થ કૅર અને સેનિટેશન”, “શિક્ષણનો પ્રસાર” અને “પર્યાવરણની સ્થિરતા-ટકાઉપણું સુનિશ્ચિત કરવું”.

કેએનપીએલ બેરોજગાર યુવાનોને આજીવિકા પ્રાપ્ત કરવા માટે વર્કશોપ દ્વારા તાલીમ આપી મદદરૂપ થવા તાલીમ અને ક્ષમતા નિર્માણનાં પગલાંનું સક્રિયણે નિર્માણ કરે છે. આ પ્રશિક્ષણ સત્રો વ્યવસાયિકોને તેમના કૌશલ્યનું સ્તર વધારવામાં પણ મદદરૂપ થાય છે, જેથી રાષ્ટ્રના વિકાસ માટે પણ કુશળ કાર્યદળ ઉપલબ્ધ થઈ શકે. કેએનપીએલ ગ્રામીણ વિસ્તારોમાં આરોગ્ય શિબિર, શૌચાલયોનું નિર્માણ, બસ સ્ટોપ અને બોરવેલ, શૈક્ષણિક સંસ્થાઓને આર્થિક સહાય આપીને મદદરૂપ થવા જેવા સામુદાયિક ઉત્કર્ષના કાર્યક્રમો પણ હાથ ધરે છે.. 

કેએનપીએલ શક્ય હોય એટલા નાના-મોટા માર્ગે યોગદાન આપવા માટે પ્રતિબદ્ધ છે અને સાવ નીચેના સ્તરથી જ ભારતના આર્થિક, સામાજિક, પર્યાવરણ અને સાંસ્કૃતિક સમૃદ્ધિમાં યોગદાન આપવાનું જારી રાખશે.

કૉર્પોરેટ સોશિયલ રિસ્પૉન્સિબિલિટી રિપોર્ટ ડાઉનલોડ કરો:

આપણું પર્યાવરણ

કાન્સાઇ નેરોલેકના વિકાસમાં પર્યાવરણ કેન્દ્રસ્થાને છે. કુદરતી સંસાધનો ખૂટી રહ્યાં છે અને સમગ્ર વિશ્વમાંથી કુદરતી સંસાધનોના સંવર્ધન માટે અપીલ ઉઠી છે, ત્યારે પર્યાવરણ વિશેની ચર્ચા એક એવું પાસું છે કે જેની અવગણના થઈ શકે નહીં. પર્યાવરણ સાથે સંતુલન જાળવીને કામ કરવું એ પ્રત્યેક કંપનીની જવાબદારી છે અને વધુ મહત્વની વાત એ છે કે દરેક કંપનીએ પોતાના ક્ષેત્રમાં પર્યાવરણને વધુ બહેતર બનાવવા માટે કામ કરવું પડે એ સમયની માગ છે. અમે આ જવાબદારીને અત્યંત ગંભીરતાથી લીધી છે.

અમારા તમામ ઉત્પાદન પ્લાન્ટ્સ આઇએસઓ-14001 પ્રમાણિત છે, જે અમારી કંપનીને પર્યાવરણની દૃષ્ટિએ ઉત્તમ કામગીરી પામવામાં મદદ કરે છે. સંસાધનોના અસરકારક અને ઇષ્ટતમ ઉપયોગ અને રિસાયકલિંગને પ્રોત્સાહન આપીને અમે સતત પર્યાવરણ વ્યવસ્થામાં સુધારો લાવવા તથા યોગદાન આપવા કાર્યરત છીએ. અમારા તમામ ભાગધારકો પ્રત્યેની અમારી જવાબદારી પ્રત્યે પણ અમે સુપેરે સભાન છીએ, આથી જ વાર્ષિક પર્યાવરણ અહેવાલ દ્વારા અમે તમામ ભાગધારકોને પર્યાવરણ સાથે સંબંધિત માહિતી ઉપલબ્ધ થાય તેની તકેદારી રાખીએ છીએ

અનુક્રમાંક. પ્લાન્ટ પ્રમાણપત્રનો પ્રકાર પ્રમાણપત્ર આપનાર
1 લોટે ISO/TS 16949:2009 BVQI
ISO 9001:2008 BVQI
ISO 14001:2004 BVQI
OHSAS 18001:2007 BVQI
2 બાવલ ISO/TS 16949:2009 BVQI
ISO 14001:2004 BVQI
OHSAS 18001:2007 BVQI
3 જૈનપુર ISO/TS 16949:2009 Intertek
ISO 9001:2008 Intertek
ISO 14001:2004 Intertek
OHSAS 18001:2007 Intertek
4 હોસુર ISO/TS 16949:2009 BVQI
ISO 9001:2008 BVQI
ISO 14001:2004 BVQI
OHSAS 18001:2007 BVQI

Environment Information Disclosure

પર્યાવરણ અહેવાલ ડાઉનલોડ કરો:

 

સસ્ટેનેબિલિટી અહેવાલ 

સસ્ટેનેબિલિટી અહેવાલ ડાઉનલોડ કરો:

SEND US YOUR QUERIES

અમને તમારા પ્રશ્નો મોકલો