ભાષાઓ

કારકિર્દી વિકલ્પો

દર વર્ષે વિવિધ અગ્રણી મેનેજમેન્ટ અને ટેકનિકલ / ઍન્જિનિયરિંગ સંસ્થાઓમાંથી અમે યુવાન મેનેજમેન્ટ પોસ્ટ ગ્રેજ્યુએટ્સની ભરતી કરીએ છીએ. પસંદગી પ્રક્રિયામાં સામૂહિક ચર્ચા, એપ્ટિટ્યૂડ ટેસ્ટ અને વ્યક્તિગત ઈન્ટરવ્યુનો સમાવેશ થાય છે. એક મહિનાના સમયગાળાના વિસ્તૃત પરિચય કાર્યક્રમ બાદ ટ્રેઈનીઝને એક વર્ષની જૉબ ટ્રેનિંગમાંથી પસાર થવું પડે છે. તેમના પ્રોજેક્ટ્સ સફળતાપૂર્વક પૂર્ણ થાય એ પછી તેમને ફંક્શનલ પ્રોફાઈલનો ભાગ બનાવવામાં આવે છે. નેરોલેકમાં પરફૉર્મન્સ ઑરિએન્ટેશન પ્રક્રિયા એટલી સુદૃઢ છે

કે સંસ્થા અને ટ્રેઈની બંનેને ફાયદો કરાવવાની સાથે વધુ બહેતર બનાવવામાં મદદરૂપ થાય છે.  
વરિષ્ઠ મેનેજમેન્ટ ટીમના અનેક સભ્યોએ પોતાની કારકિર્દીની શરૂઆત વાસ્તવમાં મેનેજમેન્ટ ટ્રેઈની તરીકે કરી હતી અને આજે તેઓ સંસ્થામાં આગળ વધતા રહી ઉચ્ચ પદ પર પહોંચ્યા છે.  

કૅમ્પસ સહયોગ

કૅમ્પસ સહયોગ પહેલ દ્વારા, નેરોલેકમાં અમે વિદ્યાર્થીઓની ક્ષમતાઓ વધારીને સમાજમાં યોગદાન આપવા માટે પ્રતિબદ્ધ છીએ. અમને hrd@nerolac.com પર લખો અને અમારી સાથે જોડાવ.   

કારકિર્દી વિકલ્પ

કોઈ પણ વ્યક્તિ મેનેજમેન્ટ ટ્રેઈનીઝ સિવાયના કોઈપણ સ્તરે નેરોલેકમાં જોડાઈ શકે છે. નીચેની કાર્યોમાં અમારી સાથે કારકિર્દી ઘડવા માટે આપનું સ્વાગત છે:   

ડેકોરેટિવ સેલ્સ અને માર્કેટિંગ – આ માટે તમારી પાસે કોઈપણ પ્રતિષ્ઠિત યુનિવર્સિટીની વિજ્ઞાન અથવા ઍન્જિનિયરિંગની સ્નાતક ડિગ્રી અને માર્કેટિંગમાં સ્પેશ્યલાઈઝેશન સાથે મેનેજમેન્ટમાં અનુસ્નાતક  ડિગ્રી હોવી જરૂરી છે. તમારી પાસે કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, લ્યુબ્રિકન્ટ્સ, પેઈન્ટ અને સંબંધિત ઉદ્યોગોમાં સેલ્સ અથવા માર્કેટિંગમાં બે વર્ષ અથવા વધુનો અનુભવ હોવો જરૂરી છે.

ઈન્ડસ્ટ્રિયલ સેલ્સ ઍન્ડ માર્કેટિંગ – કોઈપણ પ્રતિષ્ઠિત યુનિવર્સિટીમાંથી બેચલર ઑફ સાયન્સ અથવા ઍન્જીનિયરિંગમાં સ્નાતક અને મેનેજમેન્ટમાં માર્કેટિંગમાં સ્પેશ્યલાઈઝેશન સાથે પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રી ધરાવનારાઓ અરજી કરી શકે છે. તમારી પાસે ઑટો/ઑટો સહાયક અથવા ઓઈએમ કંપનીઓમાં બી ટુ બી સેલ્સ/ટેક્નિકલ સેવાઓમાં 2 વર્ષ અથવા વધુનો અનુભવ હોવો જરૂરી છે. 

રિસર્ચ ઍન્ડ ડેવલપમેન્ટ  – અમારા ઓઈએમ અને અન્ય ગ્રાહકોને આધાર આપવા માટે ઉત્પાદનો, પ્રક્રિયાઓ, ટેક્નૉલૉજી અને ટેક્નિકલ સેવાઓમાં અમે સતત સુધારા-વધારા કરતા રહીએ છીએ. અમે નવા રંગો તથા શેડ્ઝ વિકસાવીએ છીએ. અમારી પાસે જાપાનીઝ ટેક્નૉલૉજી પર આધારિત  સુસજ્જ વિશ્વસ્તરીય પ્રયોગશાળા છે. પેઈન્ટ ટેક્નૉલૉજીમાં કેમિકલ ઍન્જિનિયરિંગ અને સંબંધિત શાખાઓમાં શૈક્ષણિક પાત્રતા અને સુસંગત અનુભવ તેમ જ સંશોધનમાં રસ ધરાવતા લોકોની શોધમાં અમે હોઈએ છીએ.

ફાઈનાન્સ / એકાઉન્ટ્સ / કંપની સેક્રેટેરિયલ  – આમાંના કોઈ પણ પદ માટે તમે પસંદગી પામવા ઇચ્છતા હો, તો તમારી પાસે સીએ / સીએસ અથવા ફાઈનાન્સમાં એમબીએ સાથે ઓછામાં ઓછા 2 વર્ષનો સુસંગત અનુભવ હોવો જરૂરી છે.

કૉસ્ટિંગ - આઈસીડબ્લ્યુએ ઉપરાંત  જો તમારી પાસે કેમિકલ પ્રોસેસ ઉદ્યોગમાં કૉસ્ટિંગનો  થોડો-ઘણો અનુભવ હોય તો તમે અમારી જરૂરિયાત માટે યોગ્ય છો. 

ઉત્પાદન / સેન્ટ્રલ ઍન્જિનિયરિંગ  –અમે બાવલ, જૈનપુર, ચેન્નઈ, લોટ અને હોસુરમાં પ્લાન્ટ ધરાવીએ છીએ. જો તમે કેમિસ્ટ્રી, પેઈન્ટ્સ ટેક્નૉલૉજી, કેમિકલ ઍન્જિનિયરિંગ, મેકેનિકલ ઍન્જિનિયરિંગ અથવા ઈલેક્ટ્રિકલ ઍન્જિનિયરિંગમાં ગ્રેજ્યુએટ હો અને તમારી પાસે મૅન્યુફૅક્ચરિંગ અથવા પ્લાન્ટ ઍન્જિનિયરિંગમાં ઓછામાં ઓછા 2 વર્ષનો અનુભવ હોય, તો તમે ઉત્પાદન અને ઍન્જિનિયરિંગમાં ઑફિસર્સના રોલ માટે અરજી કરી શકો છો

સપ્લાય ચેઈન / મટિરિયલ્સ / એપીઓ / ખરીદી  – જો તમારી પાસે સારી ઍન્જિનિયરિંગ ડિગ્રી સાથે સપ્લાય ચેઈન, મટિરિયલ્સ મેનેજમેન્ટમાં એમબીએ અને સપ્લાય ચેઈન અથવા મટિરિયલ્સ મેનેજમેન્ટમાં કામ કરવાનો અનુભવ હોય તો તમે આ ક્ષેત્રમાં અમારી જરૂરિયાતો માટે આદર્શ છો. ઍન્જિનિયરિંગની ડિગ્રી અને એપીઓના સંચાલનનો અનુભવ પણ અમારી જરૂરિયાત માટે તમને યોગ્ય દાવેદાર બનાવે છે.

ઈન્ફૉર્મેશન ટેક્નૉલૉજી/આઈટી સપોર્ટ – સૅપ ઈસીસી 6.0 અપગ્રેડ પહેલને કારણે એસડી, એમએમ, પીપી, એફએસસીએમ, જીઆરસી, ઈઈસી, ડેટા વેરહાઉસિંગ અને ઍમ્પ્લૉઈ પોર્ટલ (નૉલેજ મેનેજમેન્ટ અને વર્ક ફ્લો માટે) જેવા એસએપીના વિવિધ મૉડ્યુલ્સ સર્જાયા છે. જો તમે શૈક્ષણિક ઉપલબ્ધિઓઓ અને રિયલ લાઈવ પ્રોજેક્ટના અનુભવ આધારિત પૂરતું આઈટી કૌશલ્ય, એસએપી મૉડ્યુલ્સનો અનુભવ ધરાવતા હો તો અમારી સાથે જોડાવાની અપેક્ષા રાખી શકો છો.

હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ ઍન્ડ ડેવલપમેન્ટ, એડમિનિસ્ટ્રેટિવ સર્વિસીસ  - તમારી કંપનીના કોઈપણ પ્લાન્ટ અથવા કૉર્પોરેટ ઑફિસમાં જૉબ માટે વિચારણા કરવામાં આવી શકે છે. તમારી પાસે એચઆર/પર્સોનેલ મેનેજમેન્ટમાં પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા સાથે 2 વર્ષ સુધીનો અનુભવ હોવો જરૂરી છે. 

અમારા કોઈપણ પદ માટે અરજી કરવા માટે,  કૃપા કરીને  www.knpcareers.com પર લૉગ ઑન કરો