લગાડવાની રીતનું વર્ણન
સપાટીની સ્થિતિ અને તૈયારી તથા સાંધા/ખાંચાની ભરણી
ફ્લોર કોટિંગ સિસ્ટમની સફળતા અને લાંબી આવરદાનો આધાર મોટા ભાગે ફ્લોરની સ્થિતિ અને સપાટીની તૈયારી પર હોય છે.
સબસ્ટ્રૅટ અને ફ્લોરિંગ સિસ્ટમ વચ્ચે શ્રેષ્ઠતમ અને મહત્તમ જોડાણ માટે મજબૂત, સ્વચ્છ અને સુકા કૉન્ક્રિટ સબસ્ટ્રૅટ અત્યંત જરૂરી છે. નવી કૉન્ક્રિટની સપાટી ઓછામાં ઓછા 20 દિવસ જૂની હોવી જોઈએ, ક્યૉરિંગ સંયોજનો અને સીલરથી મુક્ત હોવી જોઈએ, ભેજ અથવા વરાળ ઉત્સર્જનથી મુક્ત હોવી જોઈએ અને પ્રાઈમર લગાડતા પહેલાં ભેજનું પ્રમાણ 5 ટકા કરતાં ઓછું હોવું જોઈએ. જૂની કૉન્ક્રિટ સપાટી આ ભીનાશ અને વધતો ભેજ, તેલના ઊંડા દૂષણો અને થર્મોપ્લાસ્ટિક કોટિંગથી મુક્ત હોવી જોઈએ
ફ્લોર પરથી તેલની અશુદ્ધિઓ દૂર કરવા માટે કેમિકલ/સૉલ્વન્ટ અથવા ફ્લૅમ ક્લીનિંગ કરવામાં આવે છે, જેથી સપાટીને તેલથી મુક્ત કરીને પ્રાઈમર લગાડવા માટે તૈયાર કરી શકાય. પણ પેઈન્ટ લગાડતા પહેલા આ પ્રકારના તેલયુક્ત ફ્લોરનું સારી રીતે નિરીક્ષણ કરવાની ભલામણ કરાય છે.
પ્રાઈમર કોટ: ખાતરી કરો કે પ્રાઈમર કોટ લગાડતા પહેલા સપાટી ધૂળ, રેતીથી મુક્ત હોય અને ઘસીને સૂકવા દો એ પછી તૈયાર કરેલા ફ્લોર પર ઈપૉક્સી પ્રાઈમરનો પહેલો કોટ લગાડો અને પછી તેને સૂકાવા દો.
ઈપૉક્સી સ્ક્રીડ લેયર: પ્રાઈમર કોટ સૂકાય એ પછી ફ્લોર પેઈન્ટ સિસ્ટમના સૂચન પ્રમાણે જરૂરી જાડાઈના ઈપૉક્સી સ્ક્રીડ લેયર લગાડો.
સૉફ્ટ ગ્રાઈન્ડિગ: સુંવાળી તથા સમથળ સપાટી મેળવવા માટે અને ફિનિશ તથા ટૉપ કોટ પરથી સ્ક્રીડ સ્તરની ઢીલી કોટિંગ સામગ્રીને દૂર કરવા માટે જરૂરી સૉફ્ટ ગ્રાઈન્ડિંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે.
સીલર કોટ અથવા ટૉપ કોટ: ફ્લોરનું સૉફ્ટ ગ્રાઈન્ડ અને સફાઈ (ગ્રાઈન્ડિંગ દરમિયાન ઉત્પન્ન થયેલી ધૂળથી મુક્ત) થયા પછી સીલર કોટ અથવા છેલ્લે સૂચવવામાં આવેલી જાડાઈ મુજબ ટૉપ કોટ લગાડ્યા બાદ ઓછામાં ઓછા 24 કલાક સુધી સૂકવા દો.